આ વ્યક્તિ ને લીધે રાતો રાત સ્ટાર બની ગયા કામા ભાઈ ! જુઓ કમાભાઈ નો જોરદાર એન્ટ્રી નો વિડીઓ – GujjuKhabri

આ વ્યક્તિ ને લીધે રાતો રાત સ્ટાર બની ગયા કામા ભાઈ ! જુઓ કમાભાઈ નો જોરદાર એન્ટ્રી નો વિડીઓ

આજના સમયમાં સોશિયલ મીડિયા દ્વારા કોઈપણ વ્યક્તિ બની શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે દિવ્યાંગ કમો. આજના સમયમાં કમો ગુજરાતના લોકપ્રિય કલાકારોની જેમ જ એક સેલિબ્રિટી ફેસ બની ગયો છે. લોકો તેને પોતાના ડાયરામાં અને ખાસ કાર્યક્રમમાં ઉદ્ઘાટન પ્રસંગે બોલાવી રહ્યા છે, ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયામાં કમાનો એક ખૂબ જ શાનદાર અને ભવ્ય એન્ટ્રી વિડિયો વાયરલ થઈ ગયો છે. આ વીડિયો રાજકોટ શહેરનો છે, જ્યાં કમાએ એવી દમદાર એન્ટ્રી મારી કે, તમે જાણીને આશ્ચર્ય પામી જશો.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કમો શૂટ પહેરીને લોકોનું અભિવાદન જીલી રહ્યો છે અને આ દ્રશ્ય જોઈને કોઈ પણ ના કહે કે આ એક દિવ્યાંગ બાળક છે. ખરેખર કમાએ રાતો રાત લોકપ્રિયતા મેળવી લીધી અને આજે ગુજરાત ભરમાં નહીં પરંતુ વિશ્વમાં દરેક વસતા ગુજરાતીઓ માટે તે લોકપ્રિય બની ગયેલ છે.

આ લોકપ્રિયતા તેની અમસ્તા જ નથી મળી પરંતુ આ સફળતાની પાછળ એક વ્યક્તિનો હાથ છે. એ વ્યક્તિ એટલે કમાનો ખાસ મિત્ર અને ગુજરાતના લોકપ્રિય કલકાર કિર્તીદાન ગઢવી છે. કમાની લોકપ્રિયતા પાછળ કિર્તીદાનનો બહુ અમૂલ્ય ફાળો છે, કિર્તીદાન ગઢવીએ જે કમાન સુંદર ડાન્સ બદલ ગુલાબી નોટ આપી હતી.એ ડાન્સ નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ લોકપ્રિય થયો અને બસ ત્યાર પછી કમો છવાઈ ગયો એવું કે આજે લોકોના હૈયામાં એક આગવી જગ્યા બનાવી છે.

કમાં વિશે વધુ વિગતવાર માહિતી જાણીએ તો કમો સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ તાલુકાનાં પંખી કોઠારીયા ગામ માં આવેલ સંત શ્રી વજાભગતનાં રામ રોટી આશ્રમ રહે છે અને હાલમાં જ જ્યારે પુજય વજાભગત ની પુણ્યતિથિ નિમિત્તે હમણાં એક ભવ્ય ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત તેમજ દેશ વિદેશમાં જેની ખ્યાતિ છે એવા સુર ના આરાધક કિર્તીદાન ગઢવી નો ડાયરો હતો

કમો નાનપણથી જ મંદબુદ્ધિ દિવ્યાંગ એટલે આખો દિવસ આ રામ રોટી આશ્રમમાં રહે અને આનંદ કિલ્લોળ કરે. જ્યારે આશ્રમમાં ડાયરો હતો ત્યારે કમા એ ડાન્સ કરેલો અને આ વીડિયો એટલો બધો વાઈરલ થઈ ગયો કે કમો રાતો રાત સેલિબ્રિટી બની ગયો. ખાસ વાત નાનપણથી પુજ્ય મોરારીબાપુ ની કથા હોય કે રામા મંડળ કે પછી રામધુન હોય કમા ની હાજરી એમાં ફરજીયાત.

કમો રાતોરાત લાઈમ લાઈટ માં આવી ગયો અને “કિર્તીદાન ગઢવી” હવે તો કમા ને પોતાના પ્રોગ્રામમાં ખાસ વ્યક્તિ તરીકે બોલાવે એમ કહી શકાય. ” જ્યાં કમો ત્યાં કિર્તી….” ડાયરા માં કમાનું સ્વાગત બે હજારની નોટથી સન્માન થાય અને પછી કમા ની ફરમાઈશ “રસિયો રૂપાળો ….ઘેર જવું ગમતું નથી” પછી કમો અને કિર્તીદાન એકબીજાને ભેટી પડે છે. ખરેખર કમાનું નિખાલસપણું અને તેના સ્વભાવથી આજે તે લોકોમાં આટલો પ્રિય છે કે આજે દરેક લોક ડાયરમાં તેની ખાસ હાજરી હોય છે.

આજે દરેક કાર્યક્રમમાં અને દરેક કલાકારો સાથે તો હું એટલે છવાઈ ગયો છે કે લોકો તેને પોતાની પોતાના શુભ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે પણ બોલાવે છે અને લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે ,જાણે કમો હવે સામાન્ય વ્યક્તિ નહીં વ્યક્તિ નહીં પરંતુ એક સેલિબ્રિટી બની ગયો છે ખરેખર કિર્તીદાન ગઢવી ના લીધે આજે કમાએ જે લોકપ્રિયતા મેળવી તે ખૂબ જ આશ્ચર્યજનક અને અકલ્પનીય છે.