આ વ્યક્તિ આજે રસ્તાઓ પર રહીને તેમના દિવસો પસાર કરી રહ્યા છે અને જો કોઈ ખાવાનું આપી જાય તો ખાય છે નહિ તો પાણી પીને સુઈ જવા મજબુર બન્યા છે… – GujjuKhabri

આ વ્યક્તિ આજે રસ્તાઓ પર રહીને તેમના દિવસો પસાર કરી રહ્યા છે અને જો કોઈ ખાવાનું આપી જાય તો ખાય છે નહિ તો પાણી પીને સુઈ જવા મજબુર બન્યા છે…

દુનિયામાં જેટલા પણ લોકોએ જન્મ લીધો છે તે બધા જ લોકોનું મૃત્યુ નક્કી જ છે પણ દરેક લોકોને તેમનું જીવન જીવવા માટે મોટી મહેનત કરવી પડતી હોય છે. આપણે ઘણા એવા લોકોને જોયા જ હશે કે જેઓ દિવસ રાત મહેનત કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે.એવામાં ઘણી વખતે લોકો આખો દિવસ મહેનત કરતા હોય છે પણ તેમને તેમનું જીવન જીવવા માટે મોટી મુશ્કેલીઓ પડી જતી હોય છે.આજે એક એવા જ વ્યક્તિ વિષે જાણીએ જેઓ નવસારીમાં એરૂ ચાર રસ્તા પાસે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા રહે છે.

આમ આ વ્યકતિ આસપાસ ભટકે છે અને લોકો જે આપે તે ખાઈ લે છે અને તેમનું પેટ ભરીને રસ્તા પર જ્યાં જગ્યા મળે છે ત્યાં સુઈને તેમના દિવસો પસાર કરે છે. આ વ્યક્તિનું નામ માનવરાગ છે, તેઓ મૂળ વેલેનજા ના રહેવાસી છે.

તેઓ છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા જ રહેતા હતા અને જે મળે તે ખાઈને તેમના દિવસો પસાર કરતા હતા. આજે તેમના પરિવાનું તેમની સાથે કોઈ નથી એટલે તેઓ આવી સ્થિતિમાં અહીંયા રહે છે અને આખો દિવસ ભટકી ભટકીને તેમના દિવસો પસાર કરવા માટે મજબુર બન્યા છે.

આજે આવા ઘણા લોકોને આપણી આસપાસ જોતા જ હોઈશું.જેઓ આમતેમ ફરી ફરીને માંગીને તેમનું પેટ ભરતા હોય છે અને તેમનું ગુજરાન પણ ચલાવતા હોય છે. આજે આ વ્યક્તિની સાથે તેમના પરિવારનું કોઈ હોત તો તેઓ આવી રીતે અહીંયા તેમના દિવસો પસાર ના કરતા હોત અને તે એકલા છે એટલે આવી રીતે તેમની જીવન જીવી રહ્યા છે.