આ વ્યક્તિ આજે આખો દિવસ ફરી ફરીને ચેન અને ચંપલ રીપેર કરવાનું કામ કરે છે અને જે મળે તેમાંથી પરિવારનું ગુજરાન ચલાવે છે. – GujjuKhabri

આ વ્યક્તિ આજે આખો દિવસ ફરી ફરીને ચેન અને ચંપલ રીપેર કરવાનું કામ કરે છે અને જે મળે તેમાંથી પરિવારનું ગુજરાન ચલાવે છે.

બધા જ લોકોને તેમના પેટ માટે દિવસ રાત મહેનત કરવી પડતી હોય છે અને ઘણા લોકોની આખા દિવસની મહેનત પછી પણ કેટલાય લોકોને એક સમયનું ખાવા માટે પણ ફાંફા પડતા હોય છે. આવા ઘણા લોકોને આપણે આપણી આસપાસ જોયા જ હશે.આજે આપણે એક એવા જ વ્યક્તિ વિષે જાણીએ જેઓ આખો દિવસ રસ્તાઓ પર કામ કરે છે.આ વ્યક્તિનું નામ જયંતીભાઈ છે અને તેઓ રસ્તાઓ પર ફરી ફરીને ચેન અને ચંપલ રીપેરીંગનું કામ કરે છે.

તેઓ આણંદમાં આ રીતે કામ કરીને તેમનું ગુજરાન ચલાવે છે. આખો દિવસ તેઓ જુદી જુદી સોસાયટીમાં જઈ જઈને આ કામ કરે છે. જયંતીભાઈ સવારથી સાંજ સુધી ફરે છે અને રોજ કામ કરવા માટે તેમના ઘરેથી ૧૫ કિલોમીટર દૂર આવે છે.

તેમના પરિવારમાં દીકરી, પત્ની અને તેઓ રહે છે, તેઓ આખો દિવસ કામ કરે છે એ દિવસના ૨૦૦ થી ૩૦૦ રૂપિયાનું કામ કરે છે. તેઓની પાસે અડધો સામાન નથી એટલે તેમને થોડી તકલીફ પડે છે. તેમના પરિવારમાં કમાવવા વાળા તેઓએ એકલા જ છે અને ખાવા વારા ત્રણ લોકો છે.

એટલે તેમને ઘણી મોટી મુશ્કેલીઓ પડે છે તો પણ તેઓ તેમના દિવસો પસાર કરે છે.આજે જયંતીભાઈ એકલા આખો દિવસ કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમને વધારે કામ તો કરવું છે પણ તેમની પાસે વધારે સામાન નથી એટલે તેઓ વધારે કામ નથી કરી શકતા અને આવી સ્થિતિમાં તેઓ કામ કરે છે.