આ વ્યક્તિને તેની પત્નીનો ફોન આવ્યો કે તમે જલ્દીથી ઘરે આવજો તો વ્યક્તિ ઘરે જ જઈ રહ્યો હતો અને રસ્તામાં વરસાદ ચાલુ થઇ ગયો તો તે, એક બસ સ્ટોપે ઉભો રહ્યો અને એક એવા બનાવમાં તેનું મૃત્યુ થઇ ગયું… – GujjuKhabri

આ વ્યક્તિને તેની પત્નીનો ફોન આવ્યો કે તમે જલ્દીથી ઘરે આવજો તો વ્યક્તિ ઘરે જ જઈ રહ્યો હતો અને રસ્તામાં વરસાદ ચાલુ થઇ ગયો તો તે, એક બસ સ્ટોપે ઉભો રહ્યો અને એક એવા બનાવમાં તેનું મૃત્યુ થઇ ગયું…

આપણી આસપાસ એવા ઘણા બધા બનાવો બને છે જેને જાણતાની સાથે જ તેનું ઘણું દુઃખ બધાને થતું જ હોય છે. ઘણા બધા દુઃખદ બનાવો ચોમાસામાં બનતા હોય છે. હાલમાં એક એવો જ બનાવ બન્યો છે અને તેમાં એક વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું છે. આ બનાવ ઈન્દોરમાં બન્યો છે અને અહીંયા વરસાદને કારણે એક બસ સ્ટોપ પર ઉભેલા વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું હતું.

આ વ્યક્તિ વરસાદ આવતો હતો એટલે તે બસ સ્ટોપમાં ગયો અને ત્યાં તેને કરંટ લાગ્યો હતો, આ બનાવ બની ગયા પછી પોલીસ તરત જ ત્યાં આવી ગઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. ડોક્ટરોએ તેની તપાસ કરતા જ જણાવ્યું હતું કે તેનું મૃત્યુ થઇ ગયું છે. આ બનાવની જાણ થતાની સાથે જ તેની પત્નીએ તે યુવકને ફોન કરીને એવું કહ્યું કે જલ્દીથી ઘરે આવો.

આ વ્યક્તિનું નામ અજય છે અને તે સહગલમાં રહે છે, તે મહાવર નગરમાં તેના ઘરે પાછો જઈ રહ્યો હતો અને એ વખતે અચાનક વરસાદ ચાલુ થઇ ગયો હતો અને એ વખતે તે રસ્તામાં મહુનાકા પાસે સિટી બસ સ્ટોપ પર ઉભો રહ્યો હતો. એ વખતે કોઈ કારણથી તેને કરંટ લાગ્યો હતો અને તેથી ત્યાં હાજર લોકોએ પોલીસને બોલાવી હતી.

આ વ્યક્તિને તરત જ હોસ્પિટલમાં લઇ ગયા અને ત્યાં તેનું મૃત્યુ થઇ ગયું હતું. અજયે થોડા સમય પહેલા જ તેમની પત્ની સાથે વાત કરી હતી અને તેમાં તેમના પત્નીએ તેમને જલ્દી ઘરે આવવા માટે કહ્યું હતું. એવામાં આ પોલીસ તેમના મૃત્યુના થઇ ગયાની જાણ કરવા માટે તેમના ઘરે ગઈ હતી.