આ વ્યક્તિની આંખો આગળ જ તેની માતા અને તેનો દીકરો અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને તે કઈજ ના કરી શક્યો.
આપણે રોજ માર્ગ અકસ્માતની વાત સાંભળતા જ હોઈએ છીએ, હાલમાં અકસ્માતની સંખ્યામાં વધારો થઇ ગયો છે. ઘણા એવા અકસ્માત પણ થાય છે અને તેથી એક સાથે એક જ પરિવારના ઘણા લોકોના મૃત્યુ પણ થતા હોય છે. હાલમાં એક એવો જ અકસ્માત વારાણસીના રાજાતાલાબમાં ઝાંસીના અંડાવા ગામ પાસે બન્યો છે. આ અકસ્માત થવાથી એક જ ઘરના ત્રણ લોકોના મૃત્યુ થયા છે.
જયારે પરિવારના ત્રણ લોકોના એક સાથે મૃતદેહ ઘરે પહોંચ્યા તો પરિવારમાં શોકના વાદળો છવાઈ ગયા હતા.આ અકસ્માતમાં લીલાવતી, પૌત્ર ચંદન પટેલ અને ગામનો એક યુવક અજિતસિંહનું તો ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું, અને અકસ્માતમાં લીલાવતીના પુત્ર શૈલેષ પટેલને ઘણી મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેથી તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
આ અકસ્માત પછી આખા ગામમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.મૃતક અન્દાવા ગામના રહેવાસી હતા અને તેઓ બુધવારે સિવાન જવા માટે જંકશનથી ટ્રેનમાં જવાનું હતું અને તેથી તેઓ ગામના
અજિતસિંહની ગાડીમાં જાતે જ સ્ટેશન પર ગયા હતા. દાદીને મુકવા માટે તેમનો પૌત્ર અને દીકરો બંને ગયા હતા પણ વારાણસીના રજતાલાબની વીરભાનપુર પાસે તેમની કારનું ટાયર ફાટી જતા કાર અનિયંત્રિત થઇ ગઈ.
તેથી તે એક ટ્રેલરને જઈને ટકરાઈ ગઈ હતી. જેમાં લીલાવતીબેન, અજિતસિંહ અને ચંદનનું તો ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થઇ ગયું હતું. શૈલેષને ઈજાઓ પહોવાથી વારાણસીમાં દાખલ કર્યો હતો અને અકસ્માતની જાણ થતાની સાથે જ પરિવારના લોકો રડી પડ્યા હતા.