આ વ્યક્તિએ વિદેશથી પોતાના માદરે વતન પરત આવીને શરૂ કરી લીંબુની ખેતી અને આજે તેમાંથી લાખો રૂપિયાની કમાણી કરીને અનેક યુવકો માટે પ્રેરણારૂપ બન્યા. – GujjuKhabri

આ વ્યક્તિએ વિદેશથી પોતાના માદરે વતન પરત આવીને શરૂ કરી લીંબુની ખેતી અને આજે તેમાંથી લાખો રૂપિયાની કમાણી કરીને અનેક યુવકો માટે પ્રેરણારૂપ બન્યા.

ઘણા લોકોને આપણે જોતા હોઈએ છીએ જે વિદેશમાંથી ભારત પરત આવીને જુદા જુદા પ્રકારની ખેતી કરતા હોય છે અને તેમાંથી ઘણી મોટી કમાણી કરતા હોય છે, આજે આપણે એક તેવા જ વ્યક્તિ વિષે વાત કરીશું, આ વ્યક્તિ આજે લીંબુની ખેતી કરીને તેમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા, આ વ્યક્તિનું નામ બાબુ જેકબ છે.

બાબુ જેકબનું નસીબ અચાનક જ લીંબુની ખેતીથી ચમક્યું તો હાલમાં બાબુ જેકબ લીંબુની ખેતી કરીને તેમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા, બાબુ જેકબ વિષે વાત કરતા જાણવા મળ્યું હતું કે બાબુ જેકબ પંદર વર્ષ સુધી બહેરીન, ડેનમાર્ક અને પોર્ટુગલમાં રહ્યો હતો, ત્યારબાદ બાબુ જેકબ વર્ષ ૨૦૧૫ માં પોતાના વતન કેરળ પરત આવ્યો હતો.

બાબુ જેકબએ પોતાના વતન પરત આવીને ઘણી જગ્યાએ ઔદ્યોગિક કાર્યકર તરીકે કામ કરતા હતા, તે સમયે બાબુ જેકબએ બજારમાં જોયું તો લીંબુની માંગ ઘણી વધારે હતી તો બાબુ જેકબએ લીંબુ ઉગાડવાનું શરૂ કર્યું હતું, બાબુ જેકબએ વાત કરતા જણાવ્યું હતું કે બીજા શાકભાજી કરતા લીંબુની ખેતી કરવી ખુબ જ વધારે સારી હતી.

કારણ કે લીંબુ એક વર્ષમાં ત્રણ વાર ઉગે છે. બાબુ જેકબએ લીંબુ ઉગાડવાની શરૂઆત કરી તે સમયે ચૌદ રોપા વાવીને તેની પાસે સાત સેન્ટનો પ્લોટ રાખીને ખેતી કરવાની શરૂ રાખી હતી, આ ખેતરમાં માત્ર ચાર વર્ષમાં એક હજાર કિલો લીંબુ ઉગી નીકળ્યા હતા, તે સમયે એક કિલો લીંબુનો ભાવ ૧૦૦ રૂપિયા હતો, બીજા શાકભાજીની જેમ લીંબુના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો હતો.

ત્યારબાદ બાબુ જેકબએ વધારે લીંબુના રોપા વાવ્યા હતા, હાલમાં બાબુ જેકબના ખેતરમાં બસો પચાસ કરતા પણ વધારે લીંબુના ઝાડ આવેલા હતા, બાબુ જેકબે લીંબુની ખેતીમાં મોટી સફળતા મેળવીને બીજા ખેડૂતોને પણ આ ખેતી કરવા માટે તાલીમ આપીને આ ખેતી કરવા માટે પ્રેરિત કર્યા હતા. બાબુ જેકબ લીંબુની ખેતીની સાથે સાથે લેમન મીડોઝ નામની નર્સરી પણ ચલાવી રહ્યા હતા.