આ વૃદ્ધ દંપતીને વૃદ્ધાશ્રમમાં જમતા જમતા એકબીજા સાથે પ્રેમ થઇ ગયો તો બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા અને હવે બંને પોતાનું જીવન એકબીજાનો સહારો બનીને એકસાથે જીવશે…. – GujjuKhabri

આ વૃદ્ધ દંપતીને વૃદ્ધાશ્રમમાં જમતા જમતા એકબીજા સાથે પ્રેમ થઇ ગયો તો બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા અને હવે બંને પોતાનું જીવન એકબીજાનો સહારો બનીને એકસાથે જીવશે….

દરેક લોકોએ પેલી કહેવતને તો સાંભળી જ હશે કે પ્રેમ કરવા માટે ઉંમર મહત્વની નથી હોતી, પ્રેમ એક એવી વસ્તુ છે કે ગમે તે ઉંમરમાં ગમે તે વ્યક્તિ સાથે થઇ શકે છે, આજે આપણે એક તેવી જ પ્રેમ કહાની વિષે વાત કરીશું, આ પ્રેમ કહાની વિષે જાણીને તમે પણ કહેશો કે પ્રેમ તો આવો હોવો જોઈએ, આ પ્રેમ કહાની વિષે વાત કરતા જાણવા મળ્યું હતું.

સવિતાબેન અને વિજયભાઈના પરિવારમાં કોઈ ન હતું, તેથી બંને જણા પરિવારમાં એકલા જ રહી રહ્યા હતા, તેથી સવિતાબેન અને વિજયભાઈ પાલીના એક વૃદ્ધાશ્રમમાં આવીને રહેવા લાગ્યા હતા, આ બંને જણા પોતાના જીવનમાં એકલા હતા એટલે બંનેને પોતાના જીવનમાં કોઈના સાથ અને સહકારની જરૂર હતી, તે માટે આ બંને જણા વૃધાશ્રમમાં રહીને પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા.

ત્યારબાદ એક દિવસ વૃદ્ધાશ્રમમાં જમવાના ટેબલ પર સવિતાબેન અને વિજયભાઈને મુલાકાત થઇ અને બંને વચ્ચે ધીરે ધીરે વાતચીત ચાલુ થઇ, બંને જણાની કહાની એકસરખી હતી એટલે બંને જણાને એકબીજા સાથે વાત કરવાની ખુબ મજા આવવા લાગી, ત્યારબાદ બંનેની મિત્રતા થોડા જ સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ એટલે બંને એ નક્કી કરી લીધું કે બાકીનું જીવન હવે એકસાથે જીવીશું.

ત્યારબાદ બંને જણાએ વૃદ્ધાશ્રમમાં આવેલા મંદિરમાં જ લગ્ન કરી લીધા અને હાલમાં બંને જણા એકબીજાનો સહારો બનીને તેમનું જીવન જીવી રહ્યા હતા, આ વર્ષે સવિતાબેનને તેમના પતિ વિજયભાઈ માટે કરવા ચોથનું વ્રત પણ રાખ્યું હતું,

આ વૃદ્ધ દંપતીનો પ્રેમ આજે સોશિયલ મીડિયા પર પણ ખુબ જ વાયરલ થયો હતો, આ વૃદ્ધ દંપતીના લગ્નમાં વૃદ્ધાશ્રમમાં રહેતા દરેક લોકો હાજર રહ્યા હતા. આથી આજે આ દંપતી પોતાનું જીવન વૃદ્ધાશ્રમમાં રહીને શાંતિથી પસાર કરીને એકબીજાનો સહારો બન્યો હતો.