આ વિદેશી યુગલને આપણા દેશ સાથે એવો તો કેવો પ્રેમ થઇ ગયો જે ભારતીય રીતિ રિવાજથી લગ્ન કરી હવે ભારતના થઈને જ રહેવા લાગે છે.
મિત્રો તમે ઘણા લોકોને વિદેશમાં સેટલ થતા જોયા હશે પણ સાચું સુખ આપણા દેશ જેવું આખી દુનિયામાં નથી. આપણી સંસ્કૃતિથી ખેંચાઈને લોકો ભારત આવે છે અને આપણા દેશના અમુક લોકો વિદેશ જવાના સપના જોવે છે.પણ હાલ એવી ઘટના સામે આવી છે કે તમને ભારતીય હોવા પણ ગર્વ મહેસુસ થશે. જ્યાં એક વિદેશી યુગલને ભરતની સંસ્કૃતિથી પ્રેમ થઇ ગયો.તો બંનેએ પોતાના દેશની બદલે ભારતીય સંસ્કૃતિથી લગ્ન કરવાનું નક્કી કર્યું અને ભારત આવી ગયા.
યુવકનું નામ સરગોઇ છે અને તે રશિયાનો રહેવાસી છે અને યુવતીનું નામ ઈલોના છે તે યુક્રેનની રહેવાસી છે. તે બંને એકબીજાને ૨ વર્ષથી પ્રેમ કરે છે અને તેમને ભારતીય સંસ્કૃતિ પસંદ હોવાથી તે છેલ્લા ઘણા સમયથી ભારતમાં રહી રહ્યાં છે.
ભારતીય સંસ્કૃતિમાં જે ભાઈચારો અને સંસ્કાર છે. તમને બીજી કોઈપણ જગ્યાએ આવી સંસ્કૃતિમાં જોવા નહિ મળે. માટે તેમને નક્કી કર્યું કે તે ભારતીય સંસ્કૃતિથી જ લગ્ન જીવનમાં જોડાશે અને પોતાનું નવું જીવન શરૂ કરશે. આખરે બંને ભારતીય સંસ્કૃતિથી લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા અને સોસીયલ મીડિયા પર લગ્નનો વિડીયો શેર કર્યો હતો.
લોકોએ તેમાં આ લગ્ન પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. તે બંને પણ ભારતીય રીતિ રિવાજથી લગ્ન કરીને ખુબજ ખુશ છે અને આખું જીવન ભારતના જ બનીને રહેવા માંગે છે. ભારતીય સંસ્કૃતિથી તેમનો આવો લગાવ જોઈને ખુબજ ગર્વની અનુભૂતિ થાય છે.