આ યુવાન ચાલી રહેલો ઝઘડો બંધ કરાવવા માટે વચ્ચે પડ્યો તો યુવક સાથે જે થયું તેનાથી આખા પરિવારમાં માતમ છવાઈ ગયો.

હાલમાં રોજબરોજ અવનવા ઘણા હત્યાના કિસ્સાઓ જોવા મળતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો આજવા રોડ પર સરદાર એસ્ટેટ પાસે મોડી રાત્રે રોડ ઉપર ઝઘડો ચાલી રહ્યો હતો, આ ચાલી રહેલા ઝઘડામાં ઓળખીતાને બચાવવા માટે પડેલા એલએન્ડટીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા યુવાનનું મૃત્યુ થઇ ગયું હતું.

આ યુવકની ઘા કરીને હત્યા કરી દેવામાં આવી હતી, આ ઘટનાની જાણ બાપોદ પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ અને બધી તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી હતી, તપાસ દરમિયાન જ પોલીસે ત્રણ લોકોને પકડી પાડ્યા હતા, ત્યારબાદ બાપોદ પોલીસએ આ ઘટના વિષે વધુ માહિતી આપતા જણાવ્યું હતું.

આજવા રોડ પર આવેલી શાંતિનગર સોસાયટીમાં આદર્શ શર્મા અને તેનો ભાઇ અમન રહેતો હતો, આ બંને ભાઈઓ મોડી રાત્રે એટલે કે પોણા બાર વાગ્યે પેટ્રોલ પુરાવવા માટે નિકળ્યા હતા. તે સમયે તેમના ઘરની બાજુમાં કેટલાક યુવાનો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. ત્યારબાદ બંને ભાઈઓ પેટ્રોલ પુરાવીને ઘરે પરત ફર્યા તે સમયે પણ ઝઘડો ચાલી રહ્યો હતો.

આદર્શના ઘરની પાસે રહેતાં મિતેશના મિત્ર ઉમેશ સાથે યુવકોનો ઝઘડો ચાલી રહ્યો એટલે ઝઘડો શાંત કરાવવા માટે આદર્શ અને તેનો નાનો ભાઈ વચ્ચે પડ્યા તો આદર્શને પણ ઈજાઓ પહોંચી એટલે તે નીચે પડી ગયા એટલે આદર્શને તરત જ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો પણ ત્યાં સારવાર દરમિયાન જ આદર્શનું મૃત્યુ થઇ ગયું તો આખા પરિવારમાં હાહાકાર મચી ગયો.

Similar Posts