આ યુવક ૧૦-૧૦ રૂપિયાના સિક્કાઓ એમ ૫૦૦૦૦ રૂપિયા લઈને TVS ના શો રૂમમાં જ્યુપિટર ખરીદવા પહોંચ્યો અને ત્યાં પછી જે થયું… – GujjuKhabri

આ યુવક ૧૦-૧૦ રૂપિયાના સિક્કાઓ એમ ૫૦૦૦૦ રૂપિયા લઈને TVS ના શો રૂમમાં જ્યુપિટર ખરીદવા પહોંચ્યો અને ત્યાં પછી જે થયું…

અત્યારના ચાલી રહેલા સમયમાં ઘણી ચોંકાવનારી ઘટનાઓ બનતી હોય છે, ઘણી ઘટનાઓ એવી બનતી હોય છે કે તે જાણીને દરેક લોકો નવાઈ પામવા લાગતાં હોય છે, હાલમાં બધા જ લોકો રૂપિયા પાછળ ભાગદોડ કરતા હોય છે અને તેમની જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદતા હોય છે. તેવા જ એક યુવક વિષે આજે આપણે જાણીશું.

આ યુવક બાઈક ખરીદવા માટે મોટી રકમની નોટો કે ચેક નહીં પણ દસ દસ રૂપિયાના સિક્કા લઈને શો રૂમમાં બાઈક ખરીદવા માટે પહોંચ્યો હતો. આ યુવક જયારે શો રૂમમાં ૫૦ હજારના સિક્કા લઈને પહોંચ્યો ત્યારે શો રૂમમાં હાજર સ્ટાફના બધા લોકો ચોકી ગયા હતા. આ યુવકે સાબિત કરી બતાવ્યું હતું કે લોકોની નાની નાની બચત પણ ઘણીવાર કામ લાગી જતી હોય છે.

આ યુવક મૂળ ઉત્તરાખંડના રુદ્રપુર જિલ્લાનો રહેવાસી હતો, આ યુવક TVS ના શો રૂમમાં Jupiter સ્કૂટી ખરીદવા માટે દસ દસ રૂપિયાના ૫૦૦૦૦ રૂપિયાના સિક્કા ભેગા કરીને સ્કૂટી ખરીદવા માટે પહોંચ્યો હતો, રૂદ્રપુરના આ યુવકે ટીવીએસ ડીલર પાસેથી સ્કૂટી ખરીદી હતી અને આ સિક્કાઓ પણ દિવસ રાત મહેનત કરીને જાતે જ ભેગા કર્યા હતા.

જે સમયે આ યુવક પૈસા લઈને શો રૂમમાં ગયો અને પચાસ હજારના સિક્કાઓ જયારે યુવકે ટેબલ પર મુક્યા ત્યારે શો રૂમમાં હાજર લોકો તે સિક્કાઓ જોઈને ચોકી ગયા અને ત્યારબાદ ગણતરી કરવાની શરૂ કરી હતી, આ સિક્કાઓ જોઈને ત્યાં હાજર બધા જ લોકો ભેગા થઇ ગયા હતા.

આ યુવક વિષે કઈ જણાવવામાં આવ્યું નથી અને જયારે આ યુવક સિક્કા લઈને પહોંચ્યો ત્યારે લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા અને સિક્કાઓ જોઈને બધા લોકો ખુશ થઇ ગયા હતા.