આ યુવક રક્ષાબંધનનો તહેવાર હોવાથી બહેનને મળીને ઘરે પરત આવી રહ્યો હતો પણ રસ્તામાં થયું એવું કે બહેનોએ પોતાના એકના એક ભાઈને ગુમાવ્યો તો પરિવાર હીબકે ચડ્યો. – GujjuKhabri

આ યુવક રક્ષાબંધનનો તહેવાર હોવાથી બહેનને મળીને ઘરે પરત આવી રહ્યો હતો પણ રસ્તામાં થયું એવું કે બહેનોએ પોતાના એકના એક ભાઈને ગુમાવ્યો તો પરિવાર હીબકે ચડ્યો.

રોજબરોજ ઘણા માર્ગ અકસ્માતના બનાવો બનતા હોય છે, સતત માર્ગ અકસ્માતના વધુ બનાવો બનવાથી ઘણા લોકોના મૃત્યુ થઇ જતા હોય છે, હાલમાં એક તેવો જ માર્ગ અકસ્માતનો બનાવ બારડોલી તાલુકાના ખરવાસા ગામમાંથી સામે આવ્યો હતો, આ અકસ્માતમાં ટેમ્પો અને મોટરસાયકલની ટક્કર થઇ જતા ઘટનાસ્થળે જ યુવકનું મૃત્યુ થઇ ગયું હતું.

આ અકસ્માતની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે રક્ષાબંધનના આગળના દિવસે આ યુવક બહેનને મળીને પોતાના ઘરે જઈ રહ્યો હતો અને અચાનક જ રસ્તામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઇ જતા બહેન પર જાણે દુઃખના વાદળો છવાઈ ગયા હોય તેવું દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું હતું, આ બનાવ વિષે વધારે જાણકારી મળતા જાણવા મળ્યું હતું.

કામરેજ તાલુકાના નગોડ ગામમાં રહેતા વિપુલ મોહનભાઇ પરમાર ગંગાધરા ખાતે આવેલી સિમેન્ટની ફેક્ટરીમાં નોકરી કરતા હતા, તેથી વિપુલભાઈ બુધવારના રોજ નોકરી પરથી ઘરે પરત આવ્યા અને ત્યારબાદ બાબેનમાં રહેતી પોતાની બહેનને મળવા માટે ગયો અને બહેનને મળીને રાત્રે અગિયાર વાગ્યાની આજુબાજુ નગોડ જવા માટે નીકળ્યા અને જયારે ખરવાસા ગામની સીમમાં પહોંચ્યા.

તે સમયે અચાનક જ રસ્તા પર ઉભેલા ટેમ્પો સાથે વિપુલની બાઈકની ટક્કર થઇ જવાથી ઘટનાસ્થળે જ અકસ્માત સર્જાઈ ગયો હતો, આ ​​​​​​​અકસ્માતમાં વિપુલને ગંભીર ઇજાઓ પહોંચી હતી એટલે ઘટનાસ્થળ પર જ વિપુલનું મૃત્યુ થઇ ગયું હતું,

આ ઘટનાની જાણ પરિવારના લોકોને થઇ તો આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. રક્ષાબંધનના દિવસે જ બે બહેનોએ પોતાના ભાઈને ગુમાવ્યો તો આખા પરિવારમાં શોકના વાદળો છવાઈ ગયા હતા.