આ યુવક ગરીબ ઘરની દીકરીઓને લગ્નમાં પાનેતર મફતમાં આપીને પુણ્યનું કામ કરે છે.
દરેક પરિવારમાં લગ્નની ખુબજ ખુશી જોવા મળતી હોય છે ત્યારે લગ્નના દિવસે દુલ્હન અને દુલ્હો ખાસ તૈયાર થતા હોય છે જે મોંઘા કપડાં પહેરતા હોય છે.પરંતુ અમુક ગરીબ પરિવારની દુલ્હનો લગ્નમાં સારા કપડાં પહેરવાનું સપનું પૂરું નથી કરી શકતા.<p>ત્યારે કેરળના રહેવાસી આવી યુવતીની મદદ કરે છે અને તેમના સપના પુરા કરે છે.તેઓ ડ્રેસ બેન્ક ચલાવે છે.આ ડ્રેસ બેન્ક મારફતે તેઓ યુવતીઓને લગ્ન માટે મફતમાં ચોળી જેવી વસ્તુ આપે છે.તેમની જોડે સાડીઓ પણ છે.</p>
આ યુવક છેલ્લા ૧૦ વર્ષથી આ કામ કરે છે અને ગરીબ લોકો પોતાની દીકરીઓને લગ્ન માટે ડ્રેસ નથી અપાવી શકતા તેમને આ ડ્રેસ અપાવે છે.આ યુવક પહેલા સાઉદી અરેબિયામાં આ કામ કરતા હતા.
હવે તે કેરળમાં ટેક્ષી ડ્રાઈવર છે આ દરમિયાન તેમને ખબર પડી ઘણા લોકો પોતાની દીકરીના લગ્ન માટે કપડાં લાવવા માટે મહેનત કરી રહ્યા છે.આર્થિક પરિસ્થિતિ નબરી હોવાને કારણે તેમના માટે કપડાં ખરીદવા મુશ્કેલ થઈ જતું હતું.
તેવામાં નાસીરે ડ્રેસબેન્ક ખોલવાનો નિર્ણય લીધો તેમને સોશિયલ મીડિયાની મદદ લીધી અને લોકોને કહ્યું પોતાના લગ્નના કપડાં કબાટમાં મૂકી રાખે છે તેના કરતા ગરીબ દીકરીઓ માટે દાન કરે.
ધીરે ધીરે તેમની મહેનત રંગ લાવી ત્યારે તેમને અનેક પરિવાર માંથી ફોન આવવા લાગ્યા અને તે તેમના ઘરે જઈને લગ્નના કપડાં લેવા જતા હતા.તેને ધોઈને તે દુકાન પર લાવી દેતા હોય છે.અને ગરીબ દીકરીઓને તે મફતમાં લગ્નના કપડાં આપવામાં આવે છે.લાલ રંગના કપડાંની તેમની જોડે ખુબજ માંગ આવે છે.જે કપડાં બજારમાં ૨૦ હજારમાં મળે છે તે કપડાં આ દુકાને મફતમાં મળે છે.