આ યુવક આજી ડેમ પાસે સેલ્ફી લઇ રહ્યો હતો અને બની એવી ઘટના કે આ સેલ્ફી યુવકના જીવનની અંતિમ સેલ્ફી બની ગઈ….. – GujjuKhabri

આ યુવક આજી ડેમ પાસે સેલ્ફી લઇ રહ્યો હતો અને બની એવી ઘટના કે આ સેલ્ફી યુવકના જીવનની અંતિમ સેલ્ફી બની ગઈ…..

આજે ઘણા એવા બનાવો બનતા જ રહે છે જેમાં કેટલાય પરિવારો પણ એક સાથે ઉજડી જતા હોય છે. હાલમાં દિવાળીના તહેવારના દિવસો ચાલી રહ્યા છે અને એવામાં ઘણા પરિવારોમાં દુઃખદ બનાવો તો બનતા જ રહે છે અને તેથી જ તેમના પરિવારોની તમામ ખુશીઓ માતમમાં ફેરવાઈ જતી હોય છે.

હાલમાં એવો જ એક દુઃખદ બનાવ જામનગરના આજી ડેમમાં બન્યો છે.જામનગરના તારાણા ગામે આજી ડેમ પાસે ઉભા રહીને એક યુવક સેલ્ફી લઇ રહ્યો હતો અને આ સેલ્ફી તેના જીવનની અંતિમ સેલ્ફી બની ગઈ હતી.

હાલમાં મોબાઈલનો અને સોસીયલ મીડિયાનો સમય આવી ગયો છે તેથી બધા જ લોકો સેલ્ફીઓ પણ તેમના ફોનમાં લેતા હોય છે. હાલ દિવાળીના પહેલા મોરબીના ફાટસર ગામમાં રહેતા ધરમભાઈ ડેમમાં ડૂબી ગયા હતા.

તેઓ આજી ડેમ પાસે સેલ્ફી લઇ રહ્યા હતા અને ત્યારે અચાનક તેમનો પગ અચાનક લપસ્યો હતો અને તેથી તે ડેમમાં પડી ગયા હતા. એ સમયે તે પાણીમાં ડૂબવા લાગ્યો હતો અને ડૂબતા ડૂબતા તે બહાર નહતા આવી શક્યા. આમ તે પાણીમાં ડૂબી ગયા અને તેમનું મૃત્યુ થઇ ગયું હતું. આ ઘટના બનવાથી જયારે ગામમાં જાણ થઇ તો બધા જ લોકો ભેગા થઇ ગયા હતા.

આમ અહીંયા લોકો ભેગા થયા અને પછી ડૂબેલા યુવકને બહાર કાઢ્યો હતો અને તેમના પરિવારના લોકોને જાણ કરી હતી. આ ઘટના વિષે પરિવારના લોકોને જાણ થતા બધા જ લોકો દુઃખી થયા હતા અને તેમને પણ દિવાળીની ખુશી પળમાં માતમમાં છવાઈ ગઈ હતી.