આ યુવકે ૪૯ રૂપિયા એવી જગ્યાએ રોક્યા અને તેની સામે તેનું નસીબ એવું ચમક્યું કે તેમાંથી ૧ કરોડ રૂપિયા જીતી ગયો….. – GujjuKhabri

આ યુવકે ૪૯ રૂપિયા એવી જગ્યાએ રોક્યા અને તેની સામે તેનું નસીબ એવું ચમક્યું કે તેમાંથી ૧ કરોડ રૂપિયા જીતી ગયો…..

આજે લોકોનું નસીબ ક્યારે બદલાઈ જતું હોય છે તેની વિષે કંઈજ નક્કી નથી હોતું ઘણા એવા લોકો છે જેમનું રાતમાં નસીબ ચમકી જતું હોય છે. એવી જ રીતે હાલમાં મધ્યપ્રદેશના સિંગરૌલીમાં રહેતા એક વ્યક્તિનું ખાલી ૪૯ રૂપિયામાં નસીબ ચમકી ગયું અને તે કરોડપતિ બની ગયો હતો.

આ વ્યક્તિનું નામ રામેશ્વર સિંહ છે અને તેઓ એક ગરીબ પરિવારના સભ્ય છે.તેઓ બિંદલ ગામના રહેવાસી છે આ સાથે એક સરકારી શાળામાં તેઓ ગેસ્ટ ટીચર તરીકે ફરજ બજાવે છે. તેઓ છેલ્લા અઢી વર્ષથી ગેમ એપ પર ક્રિકેટની ટિમ બનાવીને તેમનું નસીબ અજમાવતા હતા.

એવામાં ઓનલાઈન ગેમમાં તેમનું બે વર્ષ બાદ હાલમાં નસીબ ચમકી ગયું છે. હાલમાં તેઓએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 પ્રેક્ટિસ મેચમાં ટિમ બનાવી હતી.તેઓએ આ ટિમ બનાવવા પાછળ ખાલી ૪૯ રૂપિયા ખર્ચ્યા હતા,

જેમાં તેમની એક ટિમ પહેલા નંબર પર હતી અને તેઓ ૧ કરોડ રૂપિયાની પ્રાઈઝ જીતી ગયા હતા. તેમના પિતા એક ખેડૂત છે અને તે ખેતી કરીને તેમનું ગુજરાન ચલાવે છે. જયારે તેઓ આ ઓનલાઇન ગેમ જીતી ગયા પછી તેઓ ખુબ જ ખુશ થઇ ગયા હતા. તેઓ પહેલાથી જ ભણવામાં પણ હોશિયાર છે.

તેમને ત્રણ ભાઈ છે અને તેમની પહેલાથી જ એવી ઈચ્છા હતી કે તેઓ તેમના પરિવાર માટે ઘર બનાવે અને હાલમાં આ ગેમ જીતી જતા તેઓ ઘર બનવશે અને આ ગેમ જીતી ગયા પછી તેમનો પરિવાર પણ ખુબ જ ખુશ છે. આવી જ રીતે તેઓ પહેલાથી જ ગેમ રમતા હતા અને હાલમાં તેમનું નસીબ ચમકી ગયું.

નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.