આ યુવકે તેના લગ્નના ૨૦ દિવસ પછી તેની પ્રેમિકા સાથે જે કર્યું તે જાણીને આખા ગામમાં અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો… – GujjuKhabri

આ યુવકે તેના લગ્નના ૨૦ દિવસ પછી તેની પ્રેમિકા સાથે જે કર્યું તે જાણીને આખા ગામમાં અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો…

પ્રેમ-પ્રકરણના ઘણા એવા કિસ્સાઓ આપણને જોવા મળે છે જેમાં બે પ્રેમીઓ અમુક વખતે એક બીજાના નથી થઇ શકતા તો જીવનનું અંતિમ પગલું ઉપાડી લેતા હોય છે અથવા તો બંનેમાંથી કોઈ એક બીજાને છોડી દે તો કોઈ એક બીજાની હત્યા કરી દેતા હોય છે.હાલમાં એક એવો જ ચોંકાવનારો બનાવ રાજસ્થાનના દૌસામાં બન્યો છે.અહીંયા લગ્નના ૨૦ જ દિવસમાં નવપરણિતાને તેના પ્રેમીએ હત્યા કરી દીધી છે, મહવા વિસ્તારના કુર્હાદ કા પુરા ગામમાં રહેતા લખન સિંહને તેમના ગામની જ સપના નામની યુવતી સાથે પ્રેમ સબંધ હતો.

જેમાં લખનના લગ્ન ૨૪ મેના રોજ થયા હતા. જ્યાં હાલમાં શુક્રવારે લખને સવારે ૪ વાગે સપનાને ખેતરમાં બોલાવી હતી અને સપના ત્યાં ગઈ હતી.જ્યાં સપના આવી એટલે જ લખને સપનાની હત્યા કરી દીધી હતી, ત્યારબાદ તેને તેના પરિવારના લોકોને ફોન કરીને આ વાત જણાવી તો બધા જ લોકો દોડીને ત્યાં આવી ગયા હતા.

એ સમયે પરિવારના લોકો સપનાને લઈને ઘરે ગયા હતા અને પછી ઘણા સમય પછી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યારબાદ પોલીસને આ ઘટના વિષે જાણ થઇ હતી.આ ઘટના બન્યા પછી લખને તેમના મોબાઈલમાં એક પોસ્ટ મૂકી હતી જેમાં એવું લખ્યું હતું કે લખન હવે આ દુનિયામાં નથી રહ્યો.

ત્યારબાદ પોલીસે તેને પકડી લીધો છે, ત્યારબાદ યુવકે પણ જાતે તેનું જીવન ટૂંકાવી લીધું હતું અને સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેનું મૃત્યુ થઇ ગયું હતું. આ યુવતીને વધારે સારવારની જરૂર હોવાથી જયપુર રીફર કરાઈ હતી.