આ યુવકે અચાનક જ મોતને વ્હાલું કરી દીધું અને જયારે સાચું કારણ બહાર આવ્યું ત્યારે પરિવારના લોકોની આંખો પહોળી થઇ ગઈ. – GujjuKhabri

આ યુવકે અચાનક જ મોતને વ્હાલું કરી દીધું અને જયારે સાચું કારણ બહાર આવ્યું ત્યારે પરિવારના લોકોની આંખો પહોળી થઇ ગઈ.

હાલમાં રોજબરોજ અવનવા ઘણા કિસ્સાઓ બનતા જોવા મળતા હોય છે, ઘણા કિસ્સાઓ તો એવા બનતા હોય છે કે તે જાણીને દરેક લોકો ચોકી ઉઠતા હોય છે, હાલમાં એક તેવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે પનાસમાં હીરા બનાવવાના કલાસ ચલાવતા એક યુવકે તેના સાસરિયાવાળા લોકોથી પરેશાન થઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

આ ઘટના બન્યા બાદ આખા પંથકમાં અરેહાટી સર્જાઈ ગઈ હતી,આ કિસ્સાની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ અને બધી તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી હતી, આ કિસ્સાની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે પનાસ ગામમાં આવેલ મનપા આવાસ નજીક પ્રજ્ઞાનગરમાં આ યુવક રહેતો હતો.

હાલમાં આ યુવકની ઉંમર ૨૭ વર્ષ હતી, આ યુવકનું નામ રાહુલ પ્રભાકરભાઈ સાલુંકે હતું, રાહુલએ ગુરુવારના રોજ સવારના સમયે સાસરિયાના લોકોથી પરેશાન થઈને પોતાના ઘરમાં જ પોતાનું જીવન ટૂંકાવીને મોતને ભેટી પડ્યો હતો, આ બનાવની તપાસ બાદ જાણવા મળ્યું હતું કે રાહુલ તેના લગ્ન બાદ પત્ની સાથે તેના સાસરિયાવાળા લોકોની બાજુમાં મકાન રાખીને રહેતો હતો.

તેથી રાહુલને તેની પત્ની અને તેની સાસુ કોઈકના કોઈ વાતે રાહુલને પરેશાન કરતા હતા તેથી રાહુલે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું, રાહુલને તેની પત્ની કોઈકવાર ઘરની બહાર પણ કાઢી મુકતી હતી તેવું પણ રાહુલના પરિવારના લોકોએ જણાવ્યું હતું, આથી પોલીસ આ બનાવની આગળની વધુ તપાસ કરીને આગળની કાર્યવાહી કરશે.