આ મુસ્લિમ યુવકોને ગરબામાં હેરાનગતી કરવી પડી ભારે,3 યુવકોના આલીશાન ઘરો પર બુલડોઝર ફેરવાયું,જુઓ વીડિયો…
મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સુરજની ગામમાં વહીવટીતંત્રે ત્રણ મુસ્લિમ યુવકોના ઘરોને ‘ગેરકાયદેસર’ ગણાવીને તોડી પાડ્યા હતા.તેમની કિંમત લગભગ 3 કરોડ 50 લાખ રૂપિયા હતી.ખાસ વાત એ છે કે જે લોકોના ઘરોમાં તોડફોડ કરવામાં આવી છે તેમના પર ભૂતકાળમાં ગામમાં ગરબા પંડાલમાં કથિત રીતે પથ્થરમારો કરવાનો આરોપ છે.આ કેસમાં પોલીસે 20 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
જેમાંથી કેટલાકની ધરપકડ કરવામાં આવી છે અને મોટાભાગના લોકો ફરાર હોવાનું કહેવાય છે.વિગતવાર જણાવીએ તો મધ્યપ્રદેશના મંદસૌરના સુરજની ગામમાં 2 દિવસ પહેલા ગરબા સ્થળ પર થયેલા પથ્થરમારાના મામલામાં પોલીસે કડક વલણ અપનાવ્યુ હતું.સાથે સાથે આરોપીના ઘર ઘેરકાયદેસર ગણાવી તેના પર બુલડોઝર ચલાવ્યું હતું.
પોલીસ ફોર્સ મોટી સંખ્યામાં ખડેપગે છે.ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આરોપીના ઘર પર કાર્યવાહી કરવામાં આવી હતી અને ગેરકાયદે બાંધકામનો ભાગ તોડી પાડવામાં આવ્યો હતો.ધરપકડ કરવા ગયેલા તત્કાલીન સ્ટેશન ઈન્ચાર્જ પર પણ આ જ વિસ્તારમાં આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું.જેમાં સ્ટેશનના ઈન્ચાર્જ બાલ બાલ બચ્યા હતા.
સીતામઉ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે.આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે મકાનો પણ બનાવવામાં આવ્યા હતા.જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરીને આજે તેમના મકાનો તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.આરોપીઓના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે.આ દરમિયાન મંદસૌર,સીતામઉ અને આસપાસના વિસ્તારોમાંથી પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર સુરજનીમાં બાઇકથી ઓવરટેક લેવાના મામલે વિવાદ શરૂ થયો હતો.જે બાદ પથ્થરમારો અને મારપીટની ઘટના બની હતી.જેમાં 19 લોકોના નામ સામે આવ્યા હતા.પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીઓ ભૂતકાળમાં ગુનાહિત રેકોર્ડ પણ ધરાવે છે.તેમને વારંવાર સમજાવ્યા,પરંતુ તે સતત ગુનાહિત કૃત્યો કરી રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે નવરાત્રી પંડાલમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.જેમની વિરુદ્ધ IPC 307 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે.આ દરમિયાન જ મંદસૌરના કલેક્ટરે ટ્વીટ કરીને કહ્યું કે,“મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન હેઠળ, વહીવટીતંત્રે સીતામૌ તહસીલના ગામ સુરજનીમાં લગભગ 3 કરોડ 50 લાખ રૂપિયાના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરી છે.
मुख्यमंत्री श्री शिवराज सिंह चौहान के निर्देशन एवं कलेक्टर श्री गौतम सिंह के मार्गदर्शन में तहसील सीतामऊ के ग्राम सुरजनी में लगभग 3 करोड़ 50 लाख रु अवैध निर्माण पर प्रशासन ने कार्रवाई की ।
RM: https://t.co/gW6n5vsFMJ pic.twitter.com/MbQYzUn9hR— Collector Mandsaur (@CMandsaur) October 4, 2022