આ “માજી”ની હિમ્મતને સલામ..! જરાક પણ મૂંઝાયા વગર આ માજીએ પોતાની સાડીથી 3 બાળકોના જીવ એવી રીતે બચાવ્યો કે, જાણીને તમે પણ….
મોરબીમાં ઝુલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી.જેના કારણે 500થી વધુ લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા હતા.આ ઘટનામાં પુલ પરથી નદીમાં પટકાયેલા લોકોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવ્યું હતું.કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ હતી.જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ હતી.કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો હતો.
એક મહિલા કે જે પોતાની દીકરા અને દોહીત્રા સાથે પુલ પર હતા. ભુલ તૂટતા જ અચાનક તેઓ નીચે ખાબકીયા હતા. ત્યારે આ માજીએ જરાક પણ મૂંઝાયા વગર હિંમત બતાવી હતી અને દીકરાના નાના બે સંતાનો સહિત ત્રણેને પોતાની પહેરેલી સાડી કાઢીને તેમાં લિફ્ટિને બહાર લાવ્યા હતા અને તેમનો જીવ બચાવ્યો હતો.
આ માજીનું નામ જયાબેન પ્રભુભાઈ બોગાની છે. જયાબેનના દીકરા વિક્રમને પોતાની માતા વિશે વાત કરતા જણાવ્યું કે, મારી મા મારી બહેન કે જે 19 વર્ષની હતી તેને ન બચાવી શક્યા, પરંતુ બહેનના બે નાના નાના દીકરાઓ સહિત ત્રણેને સાડીમાં વીંટીને બહાર આવ્યા હતા. મારી માતાને તરતા આવડે છે.