આ મહિલા ASI ઓફિસરે નર્મદાની કરી પરિક્રમા,ચાલ્યા 3500 કિલોમીટર,થયો આ ચમત્કાર….
અમદાવાદના મહિલા ASI ભાવિષાબેન કડછા મૂળ પોરબંદરના વતની છે અને હાલ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસસ્ટેશનમાં ફરજ બજાવે છે.તેઓએ સૌથી કઠિન શિવપુત્રી રેવા નદી એટલે નર્મદાની 3000 કી.મીની પરિક્રમા કરી ગુજરાતના પહેલા મહિલા પોલીસ અધિકારી બન્યા છે.તમને જણાવી દઈએ કે તેઓ વર્ષ 2016થી પોલીસમાં જોડાયેલાં છે.એટલું જ નહિ તેમના પતિ પણ PSI તરીકે પોલીસ ખાતામાં ફરજ બજાવે છે.તેમણે જ્યારે ગુજરાતી ફિલ્મ “રેવા” જોઈ તો મનમાં એકવાર નર્મદાની પરિક્રમા કરવાનો વિચાર આવ્યો.
તેમણે પહેલા સોશિયલ મીડિયાથી થોડીક પ્રાથમિક માહિતી મેળવી.પણ તેમની પોલીસ તરીકેની જવાબદારીને કારણે તેમને રજા મળી શકે એમ નહોતી.એટલે તેઓએ મનમાંથી એ વિચાર કાઢી પાછા પોતાના કામ તરફ ધ્યાન આપવા લાગ્યા.પણ કામમાં મન લાગતું ન હતું.ASI ભાવિષાબેન જણાવે છે કે અમારા આઇજી ગેહલોત સર પોતે પણ ખૂબ ધાર્મિક છે.મેં સરને રજૂઆત કરી કે મારે પરિક્રમા કરવા જવું છે.
જે સાહેબે માન્ય રાખી અને 122 દિવસની અસાધારણ રજા મંજૂર કરી આપી.પણ પૂર્વ તૈયારીઓમાં કંઈ હતું જ નહીં.પછી પરિક્રમાનો રોડ અને કિનારાનો રસ્તો,રસ્તામાં આવતા આશ્રમો,જમવા તથા રહેવા માટેનાં સ્થાન સહિત ઝીણામાં ઝીણી વિગતો હોય તેવા એક પુસ્તક ‘નર્મદા પરિક્રમા’નો સંદર્ભ મળ્યો.જે પુસ્તક વાંચ્યા પછી એમાંથી મોટાભાગની વિગતો મળી ગઈ કે પરિક્રમા કેવી રીતે થાય છે.એ પછી મારી મોટાભાગની મૂંઝવણ દૂર થઈ ગઈ.
શરૂઆતમાં જ અમે 60-70 કિમી ચાલ્યા કે પગમાં ફોલ્લા પડી ગયા જેથી ડોક્ટરના સૂચનો મુજબ સેન્ડલ પહેરીને પરિક્રમા કરી.માં રેવાની કૃપાથી રહેવા જમવાની સુવિધા કે કોઈ વસ્તુઓ ન હોય તો પણ 3500 કિમી ચાલીને પૂરા કરો ત્યાં રસ્તા દરમિયાન લોકો સામેથી તમનેબધી સુવિધાઓ આપે.એ જ એક મોટો ચમત્કાર છે.તેમણે પરિક્રમા દરમિયાન જાતે જમવાનું બનાવવુંનો અનુભવ કરેલો.
પરિક્રમા દરમિયાન કકરાના ઘાટ એ એક એવી જગ્યા છે, જ્યાં પરિક્રમાવાસી ઓછા જાય છે.કારણ કે એ નોર્મલ રૂટ કરતાં 15 કિમી અંદરની તરફ છે. ત્યાં પર્વત છે અને વચ્ચે નર્મદા તથા હાથમતી નદી છે.3500 કિમીની પરિક્રમામાં કોઈ એવી જગ્યા નહીં મળે કે જ્યાં મૈયા તમને મદદ નહીં પહોંચાડે.પરિક્રમા દરમિયાન ભાવિષા બહેન ને અનેક અનુભવો થયા એ ખુબ જ અવિસ્મરણીય છે. ખરેખર આજના મોર્ડન યુગમાં એવો આધ્યાત્મિક અનુભવ એ પણ પોતાની નોકરીમાંથી રજા લઇને કરવું એ ખુબ જ સરહાનીય વાત છે.