આ મહિલા રીક્ષામાં તેનો સોનાનો હાર ભૂલી ગઈ હતી તો રીક્ષા ચાલકે આવી રીતે મહિલાને હાર પરત કરીને ઈમાનદારીનો દાખલો બેસાડ્યો. – GujjuKhabri

આ મહિલા રીક્ષામાં તેનો સોનાનો હાર ભૂલી ગઈ હતી તો રીક્ષા ચાલકે આવી રીતે મહિલાને હાર પરત કરીને ઈમાનદારીનો દાખલો બેસાડ્યો.

આપણે ઘણા ઇમાનદારીના કિસ્સાઓ જોતા હોઈએ છીએ, ઘણા લોકો તેમનું આખું જીવન પ્રામાણિકતા સાથે જીવતા હોય છે, આજે આપણે એક તેવા જ ઈમાનદારીના કિસ્સા વિષે વાત કરીશું, આ કિસ્સો ઓડિશામાંથી સામે આવ્યો હતો, ઓડિશાના એક ઓટો રિક્ષા ડ્રાઈવરે ઈમાનદારીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ઓટો ડ્રાઈવરે મહિલા મુસાફરને ૧.૬ લાખની કિંમતનો સોનાનો હાર પરત કરીને ઈમાનદારીનો ઉત્તમ દાખલો બેસાડ્યો હતો, રીક્ષા ચાલકના આ ઈમાનદારી ભર્યા કામને જોઈને દરેક લોકો તેમના વખાણ કરી રહ્યા હતા, આ કિસ્સાની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે એક મહિલાનો સોનાનો હાર ઓટો રિક્ષામાં રહી ગયો હતો.

આ રીક્ષા ચાલકનું નામ પંકજ બેહેરા હતું, પંકજ બેહેરા તેની રીક્ષા સાફ કરી રહ્યો હતો તે સમયે તેને રીક્ષામાંથી સોનાનો હાર મળી આવ્યો હતો, આ સોનાનો હાર પેસેન્જર સીટ નીચેથી મળ્યો હતો અને લગભગ ત્રીસ ગ્રામ વજનનો હાર મળ્યો હતો,

ત્યારબાદ પંકજ બેહેરાએ તેની ઈમાનદારીથી આ ઘટનાની જાણ પોલીસને કરી અને પોલીસની મદદથી સોનાનો હાર તેના મૂળ માલિક સુધી પહોંચાડીને ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

પંકજ બેહેરા બુધવારના રોજ ૩૦ વર્ષની એક મહિલા અને તેના પરિવારના લોકોને નવા બસ સ્ટેન્ડથી ગોપાલપુર લઈ ગયો હતો. તે સમયે આ મહિલાનો સોનાનો હાર પર્સમાં જ હતો પણ પરંતુ તે ઓટોમાં પડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ રીક્ષાચાલકે ઈમાનદારીથી મહિલાને હાર પરત કર્યો તો દરેક લોકો તેમના વખાણ કરી રહ્યા છે.