આ મહિલા પોલીસ અધિકારી ભિખારીનો વેશ પલટો કરી બે દિવસ સુધી બજારમાં ફરતા રહ્યા અને લાવ્યા એવી સમસ્યાનો ઉકેલ કે લોકો આ અધિકારીની વાહવાહી કરવા લાગ્યા. – GujjuKhabri

આ મહિલા પોલીસ અધિકારી ભિખારીનો વેશ પલટો કરી બે દિવસ સુધી બજારમાં ફરતા રહ્યા અને લાવ્યા એવી સમસ્યાનો ઉકેલ કે લોકો આ અધિકારીની વાહવાહી કરવા લાગ્યા.

પોલીસ આપણી રક્ષા અને સુરક્ષા માટે ઘણા એવા કદમો ઉઠવતી હોય છે. જે આપણા માટે ખુબજ ફાયદાકારક સાબિત થતા હોય છે. અમુકવાર એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેને જાણ્યા પછી આપણને પણ થાય કે જો દરેક પોલીસ અધકારી આવા હોય તો દેશમાં કોઈ ગુનાઓ જ ન થાય.

આજે અમે તમને એક એવી જ મહિલા પોલીસ અધિકારી વિષે જણાવીશું કે જેમની કામ કરવાની રીત જોઈને તમને પણ દિલથી સલામ કરવાનું મન થશે.આ ઘટના છત્તીસગઢના ભીલાઈની છે.જ્યાં ગયા અઠવાડિયે એક પછી એક ૬ ચોરીના બનાવ સામે આવ્યા હતા

એ પણ સોનાની ચેનના ચોરીના બધા મામલા હતા અને એક જ એરિયાના હતા. ભીલાઈના એ પોલીસ સ્ટેશનના પ્રભારી એક મહિલા અધિકારી હતા. તેમને તરત જ એ એરિયા પર પોલીસકર્મીઓ દ્વારા તપાસ કરવામાં આવી પણ તેમને કોઈ જ હાથ ન લાગ્યું.

આ પછી મહિલા અધિકારીએ ચોરને પકડવા માટે એક યુક્તિ વાપરી. મહિલા અધિકારી ભિખારીનો વેશ ધારણ કરીને એ એરિયામાં પહોંચી ગઈ. બે દિવસ ત્યાં સમય પસાર કર્યો, ત્યાંના લોકોને જરાય ન લાગ્યું કે આ કોઈ અધિકારી છે. ત્યાં બે દિવસ પસાર કર્યા પછી અધિકારીને ખબર પડી ગઈ કે આ જ ચોર છે.

તેમને પોતાની ટિમને બોલાવીને તરત જ ચોરની ધરપકડ કરી. જયારે ત્યાંના લોકોને ખબર પડી કે આ કોઈ ભિખારી નથી પણ આ તો એક પોલીસ અધિકારી છે. ત્યારે બધા જ લોકોએ આ પોલીસ અધિકારીની ખુબજ પ્રશંસા કરી કે દરેક અધિકારી આવો હોવો જોઈએ.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.