આ મહિલા પિતાના અંતિમ સંસ્કાર માટે પિતાના ઘરે જતી હતી પણ રસ્તા પર થયું એવું કે પિતાનું છેલ્લી વખતે મોઢું જોવે તેની પહેલા જ મહિલા દુનિયાને અલવિદા કહી ગઈ. – GujjuKhabri

આ મહિલા પિતાના અંતિમ સંસ્કાર માટે પિતાના ઘરે જતી હતી પણ રસ્તા પર થયું એવું કે પિતાનું છેલ્લી વખતે મોઢું જોવે તેની પહેલા જ મહિલા દુનિયાને અલવિદા કહી ગઈ.

રોજે રોજ ઘણા એવા દુઃખદ બનાવો બનતા જ રહેતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને અકસ્માતના બનાવો વધારે બને છે. આ અકસ્માતમાં કેટલાય લોકોના જીવ જતા હોય છે અને આવા બનાવો બનાવથી કેટલાય ખુશીના પ્રસંગો માતમમાં પણ ફેરવાઈ જતા હોય છે.હાલમાં એક એવો જ દુઃખદ હમીરપુરમાં બન્યો છે જ્યાં બે બહેનો તેમના પિતાના મૃત્યુ પછી અંતિમ વિધિમાં જઈ રહી હતી અને તેમને એક ટ્રકની ટક્કર થવાથી બંનેના મૃત્યુ થઇ ગયા હતા.

આ ઘટના ઉત્તરપ્રદેશના હમીરપુર વિસ્તારની છે અને જ્યાં રસ્તાની બાજુમાં ચાલતી બે રાહદારી મહિલાઓ ચાલીને જતી હતી તેમને એક ટ્રક ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ બંને મહિલાઓ અંતિમ સંસ્કારમાં જઈ રહી હતી,

એ સમયે અચાનક જ તેમની પાછળથી એક ટ્રક આવ્યો અને બંને મહિલાઓને સપેડમાં લીધી હતી અને આ ટક્કર એટલી ગંભીર હતી કે બંને મહિલાઓના ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયા હતા.

આ બનાવ બન્યા પછી અહીંયા સ્થાનિકો ભેગા થઇ ગયા હતા અને એટલામાં પોલીસ પણ અહીંયા આવી પહોંચી હતી. પોલીસે બધા જ લોકોને શાંત કરીને આગળની કાર્યવાહી ચાલુ કરી હતી. આમ બે મહિલાઓ પિતાના અંતિમ સંસ્કારમાં જઈ રહી હતી,

એની એટલા માં જ આ ઘટના બની જતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.પહેલાથી જ પરિવારમાં બધા જ લોકો દુઃખી હતા અને આ ઘટના બનાવથી ફરી એક વખતે બધા જ લોકોમાં દુઃખના વાદળો છવાઈ ગયા હતા. આમ આવા રોજે રોજ દુઃખ બનાવો બનતા જ રહે છે અને ઘણા લોકોના મૃત્યુ પણ થઇ જતા હોય છે. આ ઘટના પછી આખા વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.