આ મહિલા નોકરીથી ઘરે આવી અને દરવાજો ખખડાવ્યો પણ પતિએ દરવાજો ખોલ્યો નહિ તો પાડોશીઓની મદદથી દરવાજો ખોલ્યો અને અંદર જે જોયું તે જોતા જ પત્ની ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. – GujjuKhabri

આ મહિલા નોકરીથી ઘરે આવી અને દરવાજો ખખડાવ્યો પણ પતિએ દરવાજો ખોલ્યો નહિ તો પાડોશીઓની મદદથી દરવાજો ખોલ્યો અને અંદર જે જોયું તે જોતા જ પત્ની ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

આજનો સમય એવો થઇ ગયો છે કે લોકોને નાની નાની વાતોમાં ગુસ્સો આવી જતો હોય છે અને ગુસ્સે થઈને કઈ પણ પગલાં ભરી દેતા હોય છે. હાલમાં મોટે ભાગે લોકો ગુસ્સે થઈને અથવા કોઈ વાતે માઠું લાગતા તેમનું જીવન ટૂંકાવી દેતા હોય છે,આવા ઘણા બનાવો રોજે રોજ બનતા જ રહેતા હોય છે. હાલમાં મહેસાણામાં એક એવો જ દુઃખદ બનાવ બન્યો છે.મહેસાણામાં આશ્રમ ચોકડી પાસે આવેલી શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા જીગ્નેશભાઈ નામના વ્યક્તિએ તેમનું જીવન ટૂંકાવી દીધું હતું.

આ ઘટના વિષે જયારે તેમના પરિવારના લોકોને જાણ થતા બધા જ લોકો હૈયાફાટ રુદન કરી રહ્યા હતા. જીગ્નેશભાઈના પરિવારમાં તેમની પત્ની અને દીકરા સાથે રહેતા હતા. તેમની પત્ની નોકરી પર ગયા હતા.

ત્યારે તેઓ ઘરે હતા અને તેઓએ તેમનું જીવન ટૂંકાવી લીધું હતું અને જયારે તેમના પત્ની ઘરે આવ્યા અને દરવાજો ખખડાવ્યો પણ દરવાજો ખુલ્યો નહિ તો પાડોશીઓને બોલાવીને દરવાજો ખોલ્યો અને ઘરમાં આવતા જ જે જોયું તે જોઈને આ મહિલા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. આમ આ ઘટના બન્યા પછી બધા જ લોકો ચોકી ગયા હતા.

આમ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને બધા જ લોકો આ ઘટના જોઈને ભાવુક થઇ ગયા હતા. જીગ્નેશભાઈના પત્ની અને દીકરો બંને રડી રહ્યા છે અને આ ઘટના બન્યા પછી આખા પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને પાડોશીઓમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી.