આ મહિલા ડોક્ટરે દેશના છેલ્લા પોઇન્ટથી ફોટો પાડ્યો અને તે જ ફોટો તેના માટે જીવનનો છેલ્લો ફોટો બની ગયો. – GujjuKhabri

આ મહિલા ડોક્ટરે દેશના છેલ્લા પોઇન્ટથી ફોટો પાડ્યો અને તે જ ફોટો તેના માટે જીવનનો છેલ્લો ફોટો બની ગયો.

મિત્રો આજકાલ સોસીયલ મીડિયા પર ઘણા કિસ્સા સામે આવતા હોય છે. હાલ એક આશ્ચર્યચકિત કરી દે તેવો કિસ્સો સોસીયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. ઘટનામાં થયું એવું કે મહિલા ડોક્ટર છે

અને તે પોતાના પતિ સાથે હિમાચલ પ્રદેશ ફરવા માટે આવી હતી. તે હિમાચલ પ્રદેશના કિન્નોરથી એક સોસીયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરે છે અને લખે છે કે હું દેશના છેડે ઉભી છુ.

પણ આ જગ્યા તેના અને તેના પરિવાર માટે મૃત્યુનું કારણ બની ગઈ અને દેશની સૌથી સુંદર જગ્યા તેના પરિવાર માટે બદસુરત બની ગઈ. તે પોતાની ગાડીથી બીજી જગ્યા એ જઈ રહી હતી.

અચાનક તેની ગાડી પર પથ્થર પડે છે અને આખો પરિવાર મૃત્યુ પામે છે. આ મહિલાનું નામ દીપા શર્મા છે અને તે ડોક્ટર છે. તે પોતાના પરિવાર સાથે હિમાચલ પ્રદેશ ફરવા માટે આવી હતી.

મોજમસ્તી કરવા માટે આવેલી ડોક્ટર હંમેશ ને માટે હિમાચલ પ્રદેશની વાદીઓમાં સામે ગઈ. જયારે તે પોતાની કારમાં જતા હતા એ સમયે અચાનક પથ્થરોનો વરસાદ થવા લાગ્યો અને આ ઘટનામાં કુલ 9 લોકોના મૃત્યુ થઇ ગયા.

જેમાં ડોક્ટર દીપા પણ સામીલ હતી. આ ઘટના પર દરેક લોકોએ દુઃખ જતાવ્યું. દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો આ ખુબસુરત જગ્યાએ ફરવા માટે આવે છે. પણ ખુબસુરત વાદીઓ અમુકવાર પોતાનો ગુસ્સો પણ આવી રીતે ઠાલવે છે.