આ મહિલા કોન્સ્ટેબલે ફરજ પર પોતાની ૭ મહિનાની દીકરીને સાથે રાખીને તૈયારી ચાલુ રાખી અને DSP અધિકારી બનીને ઇતિહાસ રચી દીધો… – GujjuKhabri

આ મહિલા કોન્સ્ટેબલે ફરજ પર પોતાની ૭ મહિનાની દીકરીને સાથે રાખીને તૈયારી ચાલુ રાખી અને DSP અધિકારી બનીને ઇતિહાસ રચી દીધો…

અત્યારના ચાલી રહેલા સમયમાં આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ જે તેમના સપનાને પુરા કરવા માટે ઘણી મહેનત કરતા હોય છે અને જે લોકો મહેનત કરે છે તે દરેક લોકોને સફળતા મળતી હોય છે, હાલમાં એક તેવું જ ઉદાહરણ સામે આવ્યું હતું, આ ઘટના બિહારમાંથી સામે આવી હતી, આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું.

મહિલા કોન્સ્ટેબલ બબલી જે હાલમાં ડીએસપી બન્યા હતા, આ મહિલા કોન્સ્ટેબલને સાત મહિનાની એક દીકરી પણ હતી, તો પણ તેઓ તેમની ફરજ સાત મહિનાની દીકરીને સાથે રાખીને બજાવી રહ્યા હતા, આ મહિલા કોન્સ્ટેબલ છેલ્લા ઘણા સમયથી BPSC પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા

અને સખત મહેનત સાથે ત્રીજા પ્રયાસે આ પરીક્ષા પાસ કરીને બબલીએ મોટી સફળતા મેળવી હતી. આ મહિલા કોન્સ્ટેબલએ ડીએસપી અધિકારી બનીને આખા પરિવારનું નામ ગર્વથી રોશન કર્યું હતું, બબલીએ બીએ સુધીનો અભ્યાસ કર્યો હતો, ત્યારબાદ વર્ષ ૨૦૧૫ માં તેઓ કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા

અને હાલમાં આ મહિલા કોન્સ્ટેબલ બેગુસરાય જિલ્લાની પોલીસ લાઇન્સમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા, તો પણ બબલીએ તૈયારી કરવાની શરૂ રાખી અને BPSC પરીક્ષા પાસ કરીને પોતાનું અધૂરું સપનું પૂરું કર્યું હતું. બબલીએ સખત મહેનત સાથે પોતાનું અધૂરું સપનું પૂરું કરીને

બીજી મહિલાઓ માટે પ્રેરણારૂપ સાબિત થઇ હતી, બબલીના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી એટલે બબલી પહેલા કોન્સ્ટેબલની નોકરીમાં જોડાઈ હતી, ત્યારબાદ પણ બબલીએ તૈયારી કરવાની શરૂ રાખી અને સખત મહેનત સાથે ત્રીજા પ્રયાસે DSP અધિકારી બનીને ઇતિહાસ રચીને પોતાનું અધૂરું સપનું પૂરું કર્યું.