આ મહિલાને પ્રસુતિની પીડા થઇ તો ૧૦૮ મારફતે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઇ જતા હતા પણ અચાનક જ રસ્તામાં વધારે દુખાવો ઉપડ્યો તો ૧૦૮ના કર્મચારીઓએ મહિલાની ડિલિવરી કરાવીને નવું જીવનદાન આપ્યું. – GujjuKhabri

આ મહિલાને પ્રસુતિની પીડા થઇ તો ૧૦૮ મારફતે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઇ જતા હતા પણ અચાનક જ રસ્તામાં વધારે દુખાવો ઉપડ્યો તો ૧૦૮ના કર્મચારીઓએ મહિલાની ડિલિવરી કરાવીને નવું જીવનદાન આપ્યું.

આપણે દરેક લોકો જાણીએ જ છીએ કે ગમે ત્યારે ગમે તે બીમારી આવે કે પછી કોઈ પણ સમસ્યા થાય એટલે દરેક લોકો ૧૦૮ એમ્બ્યુલન્સને જ કોલ કરતા હોય છે, ગમે તે સમયે અકસ્માત થાય તો પણ ૧૦૮ એમ્બ્યુલન્સ સમયસર આવી જતી હોય છે, બીજી કોઈ પણ બીમારી આવે તો પણ એમ્બ્યુલસન સમયસર આવી જતી હોય છે અને સમયસર દવાખાને પહોંચાડીને સારવાર આપીને નવું જીવનદાન આપતા હોય છે.

અત્યાર સુધીમાં ૧૦૮ એમ્બ્યુલન્સે હજારો-લાખો લોકોના જીવ બચાવીને નવું જીવનદાન આપીને સેવાનું કામ ર્ક્યું છે, આજે આપણે એક તેવા જ માનવતાના ઉદાહરણ વિષે વાત કરીશું, આ બનાવ શંખેશ્વરના રૂની ગામમાંથી સામે આવ્યો હતો, આ ગામમાં રહેતા અલકાઈબેનને પ્રસુતિનો દુખાવો ઉપડ્યો તો તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

અલકાઈબેનને વધારે સારવારની જરૂર હતી તો ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવીને તેમને આગળ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. તે સમયે ૧૦૮ ના પાયલોટ સન્નીભાઈ અને EMT મહેશભાઈ આ મહિલાને લઈને હોસ્પિટલમાં જતા હતા. તેવામાં મહિલાને અચાનક જ રાધનપુર અને સમી વચ્ચે દુખાવો ઉપડ્યો તો ૧૦૮ ના કર્મચારીઓએ વચ્ચે જ ડિલિવરી કરાવી હતી.

૧૦૮ ના એમ્બ્યુલન્સની ટીમે મહિલાની સફળ ડિલિવરી કરાવીને સમયસર સારવાર આપીને મહિલાને અને બાળકને રાધનપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં તપાસ દરમિયાન ડોક્ટરોએ જણાવ્યું હતું કે માતા અને બાળક એકદમ સ્વસ્થ છે, આથી ૧૦૮ ના કર્મચારીઓએ મહિલાની સમયસર ડિલિવરી કરાવીને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવી.