આ મહિલાને ડિલિવરીનો દુખાવો વધતા ૧૦૮ ના કર્મચારીઓએ એમ્બ્યુલન્સમાં જ મહિલાની ડિલિવરી કરાવીને માતા-બાળકની માટે દેવદૂત સમાન બન્યા… – GujjuKhabri

આ મહિલાને ડિલિવરીનો દુખાવો વધતા ૧૦૮ ના કર્મચારીઓએ એમ્બ્યુલન્સમાં જ મહિલાની ડિલિવરી કરાવીને માતા-બાળકની માટે દેવદૂત સમાન બન્યા…

આજના સમયમાં જયારે પણ કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતા હોઈએ છીએ. પણ ઘણી વખતે સાધન ના મળવાને લીધે મોટી બીમાર વ્યક્તિ મોતને પણ ભેટી જતો હોય છે.એટલે આપણા દેશમાં ૧૦૮ ની સુવિધા ચાલુ કરવામાં આવી છે અને આ એમ્બ્યુલન્સ રોજે રોજ હજારો-લાખો લોકોના જીવ બચાવીને મોટી સેવાનું કામ કરતી હોય છે.હાલમાં એક એવા જ પરિવાર માટે એમ્બ્યુલન્સ અને કર્મચારીઓ દેવદૂત બનીને આવ્યા છે,

આ કિસ્સો ઉત્તરપ્રદેશના શહાબગંજ બ્લોકના પચપરામાં રહેતા મુસ્તફાની પત્ની ગર્ભવતી હતી જેને શુક્રવારે સવારના સમયે અચાનક પ્રસુતિ પીડા થઇ હતી તો પત્નીને હોસ્પિટલ લઇ જવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો અને જાણ કરી હતી.

તો એમ્બ્યુલન્સ આવી હતી જેમાં EMT સંદીપ પાલ અને પાયલોટ સત્યપાલ યાદવ આવ્યા હતા અને આ મહિલાને એમ્બ્યુલન્સમાં લઈને હોસ્પિટલ જવા માટે પણ નીકળ્યા હતા. એવામાં એમ્બ્યુલન્સમાં સગર્ભા મહિલા સેહરુન, તેમના પતિ સાથે શહાબગંજ પીએચસી જવા માટે નીકળ્યા હતા.

એવામાં આ મહિલાને વધારે દુખાવો થતા.તેમની ડિલિવરી રસ્તામાં જ કરાવવી પડી હતી તો એમ્બ્યુલન્સના કર્મચારીઓએ સગર્ભા મહિલાની ડિલિવરી રસ્તામાં જ કરાવી હતી અને ડિલિવરી કરાવીને મહિલા તથા તેના બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. આમ મહિલા અને બાળકોની જીવ બચાવીને મોટી માનવતા દર્શાવી હતી. આજે આ મહિલાનો આખો પરિવાર તેમના વખાણ કરે છે.