આ મહિલાના લગ્ન થયાના હજુ તો થોડા જ દિવસો થયા હતા પણ ઉઠાવ્યું એવું કદમ કે આજે આખા પરિવારમાં અરેહાટી સર્જાઈ ગઈ.
રોજબરોજ અવનવા ઘણા હત્યાના બનાવો સામે આવતા હોય છે, ઘણા તો એવા કિસ્સાઓ બનતા હોય છે તે જાણીને લોકો ચોકી ઉઠતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો રાપર શહેરના પોલીસ લાઈન પાછળ આવેલા તકિયાવાસમાં એક યુવક અને યુવતીએ એક જ રૂમમાં પોતાનું જીવન એકસાથે ટૂંકાવી દીધું તું આખા પંથકમાં ચકચાર મચી ગયો.
આ ઘટનાની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે રાપરના પોલીસ ક્વાટર્સ પાછળ આવેલા તકિયાવાસમાં રહેતા રાપરના નવીન રામજીભાઇ પઢીયાર અને ભુટકિયાની યુવતી વનિતા બાબુભાઈ સોંલકીએ કોઈ કારણસર એકસાથે એક જ રૂમમાં પોતાનું જીવન ટુંકાવીને મોતને વ્હાલું કર્યું હતું.
આ ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક લોકોને થઇ તો તરત જ તે લોકોએ તાત્કાલિક જ રાપર પોલીસને જાણ કરી તો પોલીસની આખી ટિમ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી, ત્યારબાદ યુવક યુવતીના પરિવારના
લોકોને બોલાવીને ઓળખ કરવામાં આવી હતી, આ મકાનના માલિક બાબુભાઇ મુળજીના ભાઇ પ્રવિણભાઇ આજે મકાન દેખાડવા આવ્યા તો તેમને તેમના મકાનમાં યુવક અને યુવતીનો મૃતદેહ જોવા મળ્યો હતો.
તો તેમને તરત જ રાપર પોલીસને જાણ કરી તો પોલીસે તપાસ કરીને બતાવ્યું હતું કે યુવક અપરિણીત છે અને યુવતી પરણિત છે, તેથી આ ઘટના બન્યા બાદ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા,
આ બનાવ બાદ જાણવા મળ્યું હતું કે યુવક અનિલ ૨૪ મેના રોજ રાત્રના એક વાગે ઘરે થી ભાગી ગયો હતો અને બે દિવસ અગાઉ ભુટકિયા ગામની વનિતા પણ ખોવાઈ ગઈ હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. આથી આ ઘટનાની આગળની તપાસ પોલીસ કરશે.