આ મહિલાએ સાચા અર્થમાં માનવસેવા કરી બતાવી, ત્રણ ભાઈઓને નવું જીવનદાન આપી પરિવારનું નસીબ બદલી નાખ્યું…..
આજે લોકો એકબીજાની મદદ કરતા પણ ૧૦૦ વાર વિચારે છે. ત્યારે બીજી બાજુ ભગવાને એવા પણ લોકો આ દુનિયામાં બનાવ્યા છે કે જે કોઈપણ સ્વાર્થ વગર લોકોની મદદ કરતા હોય છે અને સમાજમાં માનવતા મહેકાવતા હોય છે.
આ વાતને સાચી સાબિત કરી બતાવી છે આ મહિલાએ, આ મહિલાએ પોતાના પ્રયાસોથી એક પરિવારનું નસીબ બદલી નાખ્યું. આ સમગ્ર ઘટના નેત્રંગ તાલુકાની ઊંડી ગામની છે.ઉર્મિલા બેન પહેલાથી જ સેવાભાવી સ્વભાવના હતા.
તે લોકોની મદદ માટે દોડી આવતા હતા. તેમને જાણ થઇ કે એક ગરીબ મહિલાના ત્રણ દીકરાઓ છે પણ ત્રણેય દીકરાઓ મગજથી અસ્થિર છે. માટે માતા ત્રણ દીકરાઓ હોવા છતાં આજે ખુબજ તકલીફમાં પોતાનું જીવન જીવી રહી છે. ઉર્મિલા બેનથી માતાનું આવું દુઃખના જોયું જવાયું.
તેમને ત્રણેય દીકરાઓને વડોદરાની મેન્ટલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા અને સતત બે મહિનાઓ સુધી તેમની સારવાર કરવામાં આવી અને એ સમય દરમિયાન ઉર્મિલા બેન હોસ્પિટલ સ્ટાફ સાથે સતત સંપર્કમાં રહેતા હતા. બે મહિના પછી હોસ્પિટલ માંથી ફોન આવ્યો કે ત્રણેય દીકરાઓની તબિયત સુધરી ગઈ છે.
તો આ વાત સાંભળવાની સાથે જ ઉર્મિલા બેન ખુબજ ખુશ થઇ ગયા અને ત્રણેય દીકરાને પરિવારને સોંપીને ખુબજ ધન્યતા અનુભવી હતી, દીકરાઓને સ્વસ્થ જોઈને માતાની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. માતાએ ઉર્મિલા બેનનો આભાર વ્યક્ત કર્યો હતો. આખરે ઉર્મિલા બેને તેમનું જીવન સુધારી દીધું.