આ મહિલાએ બાળકીને જન્મ આપ્યાના ૧૫ કલાક પછી એમ્બ્યુલન્સમાં બેસીને બીએડની પરીક્ષા આપી તો હાજર બધા જ વિદ્યાર્થીઓએ મહિલાની હિંમતના વખાણ કર્યા..
ઘણા એવા બાળકોને આપણે જોયા હશે કે જેઓ એક પણ દિવસે સ્કૂલમાં રજા નથી પાડતા અને રોજે રોજ સ્કૂલમાં જતા હોય છે. સાથે ઘણા એવા વરરાજા અને દુલહનને પણ આપણે જોયા જ હશે કે જેઓ તેમના લગ્ન પહેલા તેમની પરીક્ષા આપવા માટે આવતા હોય છે.
આજે એક એવી જ મહિલા વિષે જાણીએ જેઓએ ૧૫ કલાક પહેલા બાળકને જન્મ આપીને પછી એમ્બ્યુલન્સમાં પરીક્ષા આપી હતી.આ મહિલાનું નામ લક્ષ્મીબેન મીના છે અને તેઓ મૂળ રાજસ્થાનના ઝૂનઝૂનુના રહેવાસી છે,
તેઓએ એક બાળકને હાલમાં જન્મ આપ્યો હતો અને તેના ૧૫ કલાક પછી તેમની બીએડની પરીક્ષા એમ્બ્યુલસમાંથી આપી હતી. લક્ષ્મીબેન બીએડના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે, તેઓ ૬ સપ્ટેમ્બરે પરીક્ષા આપવા ગયા હતા અને ઘરે આવતા જ તેમને પ્રસુતિ પીડા થઇ હતી.
તેઓએ સુરજગઢમાં પરીક્ષા આપી હતી અને તેમની ડિલિવરી પણ ત્યાં થઇ હતી, તેઓએ બાળકીને જન્મ આપ્યો પછી તેમને એક પેપર બાકી હતું તો તેઓએ પરીક્ષા આપવાનું નક્કી કર્યું. ત્યારપછી તેઓએ એમ્બ્યુલન્સમાં જ પરીક્ષા આપી હતી અને તેમનું પેપર પણ આપ્યું હતું. લક્ષ્મીના પતિ શ્યામલાલ હાલમાં ખેતી કરી રહ્યા છે.
સાથે તેઓએ રેલવેની પરીક્ષાની તૈયારી પણ કરી રહ્યા છે, આ મહિલાએ પરીક્ષા પણ આપી અને આજે તેઓએ અભ્યાસ પ્રત્યે જે લાગણી બતાવી છે તે તેમનો જુનુન છે. આમ મહિલાએ આવી જ રીતે પરીક્ષા આપી તો ત્યાં હાજર બીજા બધા જ વિદ્યાર્થીઓ જોતા રહી ગયા હતા અને તેઓએ આ મહિલાની હિંમતને સલામ કરી હતી.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.