આ મહિલાએ પોતાના અભ્યાસ પછી નાનપણનું સપનું પૂરું કરવા હિમાચલપ્રદેશની પહેલી બસ ડ્રાઈવર બનીને ઇતિહાસ રચી દીધો…. – GujjuKhabri

આ મહિલાએ પોતાના અભ્યાસ પછી નાનપણનું સપનું પૂરું કરવા હિમાચલપ્રદેશની પહેલી બસ ડ્રાઈવર બનીને ઇતિહાસ રચી દીધો….

હાલના સમયમાં દેશની બધી દીકરીઓ બધા જ ક્ષેત્રે આગળ વધી રહી છે અને દરેકે દરેક ક્ષેત્રે આગળ વધીને દેશનું નામ રોશન કરતા હોય છે. આજે એવા જ એક મહિલા વિષે જાણીએ જેઓ પહેલા મહિલા બસ ડ્રાઈવર બન્યા અને પરિવાર સહીત દેશનું નામ પણ રોશન કર્યું છે.

આ મહિલાનું નામ સીમા ઠાકુર છે તેઓ HRTC એટલે કે હિમાચલ રાજ્ય પરિવહન નિગમમાં પહેલા મહિલા બસ ડ્રાઈવર બન્યા છે.તેઓ શિમલા-ચંદીગઢ રૂટ પર બસ ચલાવી રહ્યા છે, તેઓએ ૩૧ માર્ચ ૨૦૨૦ ના રોજ તેઓએ આ સિદ્ધિ મેળવી હતી.

સીમા ઠાકુર હિમાચલ પ્રદેશના સોલાન જિલ્લાના આર્કી તાલુકાના દુધના ગામના રહેવાસી છે. આ મહિલાના પિતા બલિરામ ઠાકુર પણ HRTCમાં બસમાં ડ્રાઈવર હતા એટલે તેમની સાથે આ દીકરી પણ ત્યાં પિતા સાથે જતી હતી.

આ દીકરી એ સમયે આ દીકરીએ નક્કી કરી લીધું કે તે પણ ડ્રાઈવર બનશે, સીમા ઠાકુરે ડીએવી સ્કૂલમાંથી તેમનો શરૂઆતનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ કોટશેરા કોલેજ શિમલામાં બીએનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓએ એમએની ડિગ્રી મેળવી હતી.

તે સરકારી નોકરી કરવામાં કોઈ રસ નહતો અને તેને બસ ડ્રાઈવર બનવાનું સપનું હતું અને તે સપનું તેને પૂરું કર્યું.વર્ષ ૨૦૧૬ માં તેને એપોઇન્ટમેન્ટ મળી હતી ૧૨૧ પદની જાહેરાત થઇ હતી એ સમયે તે એક જ મહિલા એવી હતી કે જે મહિલા હતી. આમ જયારે તેમને એપોઇમેન્ટ મળી જતા તેઓ પહેલા મહિલા ડ્રાઈવર બન્યા અને ઇતિહાસ રચી દીધો હતો.