આ મહિલાએ ચાર હાથ અને ચાર પગવાળી બાળકીને જન્મ આપ્યો તો લોકો હોસ્પિટલમાં બાળકીને જોવા માટે મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા.
આપણે ઘણા નવજાત બાળકોને જન્મેલા જોયા હશે પણ આજે આપણે જે નવજાત બાળકની વાત કરવાના છે તે બાળકને જોઈને દરેક લોકો આશ્ર્યચકિત થઇ ગયા હતા, આ ઘટના ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાંથી સામે આવી હતી, આ વિસ્તારમાં રહેતી એક મહિલાએ એક નવજાત બાળકીને જન્મ આપ્યો હતો, જયારે આ મહિલાને પ્રસુતિનો દુખાવો ઉપડ્યો તે સમયે તેને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી.
ત્યારબાદ આરોગ્ય કર્મચારીઓએ મહિલાની સારવાર કરવાની શરૂ કરી તો તે સમય દરમિયાન મહિલાએ એક અનોખી બાળકીને જન્મ આપ્યો હતો, કારણ કે આ મહિલાએ જે બાળકીને જન્મ આપ્યો હતો તે બાળકીને ચાર પગ અને ચાર હાથ હતા, આ નવજાત બાળકીને જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આ સમાચાર સાંભળીને લોકો આ નવજાત બાળકીને જોવા માટે લોકો હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા, હાલમાં માતા અને બાળક બંને એકદમ સ્વસ્થ હતા, આ ઘટના વિષે મળતી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે આ મહિલા શાહબાદ કોતવાલી વિસ્તારના મંગલીપુર ગામની રહેવાસી હતી. આ મહિલાએ એક નવજાત બાળકીને જન્મ આપ્યો હતો જેને ચાર પગ અને ચાર હાથ છે.
તેથી દરેક લોકો આ દીકરીને જોઈને ચોકી ઉઠ્યા હતા, આરોગ્ય કર્મચારીઓએ પણ આ અનોખી બાળકીને સુરક્ષિત રીતે દુનિયામાં લાવવા માટે ખુબ જ મહેનત કરી તો ડોક્ટરોની મહેનત પણ રંગ લાવી હતી, હાલમાં આ મહિલા અને બાળકી એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છે.
આ બાળકીના પિતાએ જણાવતા કહ્યું હતું કે તેમની પત્નીના અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટમાં બાળક સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું અને જયારે આ બાળકીનો જન્મ થયો ત્યારે બાળકીને જોઈને દરેક લોકો ચોકી ઉઠ્યા હતા.