આ મહિલાએ એકસાથે ત્રણ બાળકોને અધૂરા મહિને જન્મ આપ્યો તો હોસ્પિટલના ડોકટરોએ દિવસ રાત એક કરીને ત્રણેય બાળકોના જીવ બચાવીને નવું જીવનદાન આપ્યું. – GujjuKhabri

આ મહિલાએ એકસાથે ત્રણ બાળકોને અધૂરા મહિને જન્મ આપ્યો તો હોસ્પિટલના ડોકટરોએ દિવસ રાત એક કરીને ત્રણેય બાળકોના જીવ બચાવીને નવું જીવનદાન આપ્યું.

આપણે ઘણા બનાવો બનતા જોતા હોઈએ છીએ જ્યાં ઘણી મહિલાઓ એકસાથે બે થી ત્રણ બાળકોને જન્મ આપતી હોય છે, દરેક લોકો માતા અને બાળકના ગાઢ પ્રેમ વિષે તો જાણે જ છે કે એક માતા તેના બાળક માટે કઈ પણ કરવા માટે તૈયાર જ રહેતી હોય છે, જયારે બાળક બીમાર પડે તે સમયે માતાને સૌથી વધારે તેના બાળકની ચિંતા હોય છે.

ઘણા બાળકો અધૂરા મહિને પણ જન્મતા હોય છે, તેથી તે બાળકોને સારવાર કરીને સ્વસ્થ કરવામાં આવતા હોય છે, આજે આપણે એક તેવા જ કિસ્સા વિષે વાત કરીશું, આ કિસ્સો ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાંથી સામે આવ્યો હતો, આ હોસ્પિટલમાં અધૂરા મહિને અને ઓછા વજનવાળા ત્રણ બાળકો જન્મ્યા હતા.

તેથી અધૂરા મહિને જન્મેલા બાળકોના ફેફસા નબળા હતા એટલે તે બાળકોને શ્વાસ લેવામાં ખુબ જ તકલીફ પડતી હતી, તેથી હોસ્પિટલના ડોક્ટરોએ નવજાત બાળકોને સારા નિષ્ણાંતોએ સી.પેપ અને મોંઘી દવા સાથે અઠવાડિયા સુધી દિવસ રાત એક કરીને સારવાર કરીને દૂધ લેતા કરીને માતાને સુપરત કરીને માનવતા મહેકાવી હતી.

બાળરોગ વિભાગના ડોકટરોએ જણાવ્યું હતું કે ૩૨ અઠવાડિયે અધૂરા મહિને જન્મેલા ત્રણ બાળકોનું વજન સામાન્ય રીતે એક કિલો કરતા ઓછું હોય છે, તેથી તે નવજાત બાળકોના ફેફસાનો વિકાસ ઓછો થાય છે એટલે બાળરોગ વિભાગના હેડ ડોક્ટર રેખાબેન થડાનીના માર્ગદર્શનની મદદથી ત્રણેય નવજાત બાળકોને નાના મશીન ઉપર રાખવામાં આવ્યા હતા.

ત્યારબાદ બાળકોને જરૂરિયાત પ્રમાણે મોંઘી કિંમતના સર્ફકટન્ટ ઈંજેકશન આપીને બાળકોની સારવાર કરીને બાળકોને નવું જીવનદાન આપવામાં આવ્યું હતું, આ મહિલા કુકમા ગામના વતની હતા, આ મહિલાનું નામ લાછીબેન હતું,

લાછીબેનને એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો તેમાં બે દીકરાઓ અને એક દીકરો હતો, ત્યારબાદ ત્રણેય બાળકોને સતત સાત દિવસ સુધી સી.પેપ ઉપર રાખ્યા અને સુધારો થતા ત્રણેય બાળકોને સાદા ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા.