આ મંદિરમાં આવેલી છે એક રહસ્યમઈ મૂર્તિ. જેના દર્શન માત્રથી જ દુખિયાના દુઃખ દૂર થાય છે. – GujjuKhabri

આ મંદિરમાં આવેલી છે એક રહસ્યમઈ મૂર્તિ. જેના દર્શન માત્રથી જ દુખિયાના દુઃખ દૂર થાય છે.

આજે અમે તમને એક એવી રહસ્યમઈ મૂર્તિ વિષે જણાવીશું કે તમે આજ દિન સુધી આવી મૂર્તિ નહિ જોઈ હોય. આ મંદિર કાળાસર ગામમાં આવેલી છે. આ મંદિર હિંગળાજ માતાનું છે.

આ મંદિર પહાડ પર આવેલું છે. તેના માટે થોડા પગથિયાં ચઢવા પડે છે અને આ મંદિરમાં હિંગળાજ માતાની રહસ્યમઈ મૂર્તિ આવેલી છે. આ મંદિરની આજુ બાજુ એવું કુદરતી સૌન્દરીય આવેલું છે કે જેને જોઈને તમે પણ મંત્ર મુગ્ધ થઇ જશો.

મોટા ભાગના મંદિરમાં આપણે ઉભી મૂર્તિ જોતા હશું પણ આ મંદિરમાં હિંગળાજ માતની મૂર્તિ સુતેલી છે. માનવામાં આવે છે કે આ મૂર્તિ સ્વયંમભૂ છે. તેમને પાસે રાખેલું ત્રિશુલ પણ સ્વયંમભૂ પ્રગટેલું માનવામાં આવે છે. આ મંદિર ચોટીલાથી 15 કિલોમીટર દૂર કાળાસર ગામે આવેલું છે.

આ મંદિર ખુબજ પ્રાચીન છે. માન્યતા છે કે આ મંદિરમાં આવતા દરેક ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. આ પહાડ પર હિંગળાજ માતાની મૂર્તિ સુતેલી મુદ્રામાં પ્રગટ થઇ હતી. આ મૂર્તિએ મંદિર ને એક વિશેષ મહત્વ આપ્યું છે.

જે લોકો પણ ચોટીલા આવે છે. તેમને ફરજીયાત આ સ્થળની મુલાકાત લેવી જોઈએ. જો તમારું જીવન તકલીફોથી ભરેલું હોય તો આ મંદિરમાં આવીને માતાના દર્શન કરીને જાઓ. બધાજ દુઃખ દૂર થઇ જશે.