આ મંદિરમાં આજે પણ વાછરદાદા સાક્ષાત બિરાજમાન છે, દર્શન માત્રથી જ ભક્તોની માનેલી બધી જ મનોકામનાઓ પુરી થાય છે. – GujjuKhabri

આ મંદિરમાં આજે પણ વાછરદાદા સાક્ષાત બિરાજમાન છે, દર્શન માત્રથી જ ભક્તોની માનેલી બધી જ મનોકામનાઓ પુરી થાય છે.

ગુજરાતમાં મિત્રો ઘણા બધા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે, દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં આવતા બધા જ દુઃખો દૂર કરે છે, તેવા જ આજે આપણે એક મંદિર વિષે વાત કરીશું, આ મંદિર વિષે એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં દર્શન કરવાથી જ ભક્તોની માનેલી બધી જ મનોકામનાઓ પુરી થાય છે.

આ મંદિરને વાછરદાદાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે, વાછરદાદાએ ગાયો માટે બલિદાન આપ્યું હતું, તેથી જે જગ્યા પર વાછરદાદાનું મસ્તક પડ્યું હતું તે જગ્યા પર વાછરદાદાનું મંદિર બનાવવામાં આવ્યું છે, તેથી વાછરદાદાના આ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડે છે, વાછરદાદાના આ મંદિરના ઇતિહાસ વિષે વાત કરવામાં આવે તો.

આજથી ૯૬૦ વર્ષ પહેલા સોલંકી કુલભૂષણ વીરસિંહ વાછરાદાદાએ ગાયોના રક્ષણ માટે તેમને લડાઈ કરી હતી, તેથી તે લડાઈમાં વાછરદાદાનું મસ્તક વચ્છરાજપુરામાં આવીને પડ્યું હતું, ત્યારપછી વાછરદાદાએ તેમના એકલા હાથે ૧૮ કિલોમીટર દૂર વચ્છરાજ બેટ સુધી લૂંટારોના ઢીમ ધાર્યા હતા, ત્યારબાદ પંદર વર્ષ પછી એક ૨૫ વર્ષના યુવકને સ્વપ્નમાં દર્શન આપીને જગ્યા બતાવી.

તે પછી આ જગ્યા પર દાદાની એક શીલાની સ્થાપના કરવામાં આવી હતી,આ જગ્યા પર આજે વાછરદાદાનું મંદિર બનાવવામાં આવ્યું છે, આ મંદિર પાસે એક ઝાડ આવેલું છે, તેથી એવું માનવામાં આવે છે કે આ પાનની પ્રસાદી લેવાથી જ ગમે તેવી ખાંસી કૂતરો કરડ્યો હોય તે પણ બરાબર થઇ જાય છે, તેથી ભક્તો વાછરદાદાના આ મંદિરમાં મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડે છે.