આ ભાઈ બહેન એવું કહે છે કે, માં-બાપ વગરનું જીવન જીવવું ઘણું મુશ્કેલ છે, માતા પિતા ના હોવાથી ચાર ભાઈ-બહેનને આજે ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને જીવન જીવી રહ્યા છે… – GujjuKhabri

આ ભાઈ બહેન એવું કહે છે કે, માં-બાપ વગરનું જીવન જીવવું ઘણું મુશ્કેલ છે, માતા પિતા ના હોવાથી ચાર ભાઈ-બહેનને આજે ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને જીવન જીવી રહ્યા છે…

દરેક વ્યક્તિને તેમના જીવનમાં મુશ્કેલીઓ આવતી જ રહેતી હોય છે, ઘણી વખતે આ લોકો મુશ્કેલીઓને દૂર કરવા માટે સખત મહેનત પણ કરતા હોય છે અને તેમ છતાં એક સમયનું ખાવાનું માટે પણ તેમને ઘણી મહેનત લાગતી હોય છે.

આજે આપણે એક એવા જ પરિવાર વિષે જાણીએ જેમાં માં-બાપના મૃત્યુ થઇ ગયા છે અને તેથી જ ત્રણ બહેન અને એક ભાઈ એમ ચાર જ લોકો રહે છે. આ ભાઈ બહેન સુરતમાં રહે છે, જેમાં હાલ ભાઈ હીરામાં કામ કરવા માટે જાય છે અને તેને દસ હજાર પગાર છે. બહેનો પણ કંઈકને કંઈક કામ કરે છે અને તેમાંથી કમાઈને ઘર ચલાવે છે.

હાલમાં તેમને ઘણી તકલીફો પડી રહી છે, તેઓએ તેમના ઘરનું છેલ્લા બે મહિનાથી ભાડું પણ નથી આપી શક્યા. આ બહેનોએ પહેલાથી જ પરિવારની જવાબદારી ઉપાડી લીધી હતી કેમ કે તેમની મમ્મીનું ઘણા વર્ષો પહેલા અવસાન થઇ ગયું છે. તેમના પિતા ચાર મહિના પહેલા મૃત્યુ થઇ ગયું હતું, તેઓ બીમાર રહેતા હતા અને તેથી આ ત્રણેય બહેનો હીરામાં કામ કરવા માટે જતી હતી.

તેમના પિતા બીમાર પડ્યા એટલે ઘણા પૈસા તેઓએ ખર્ચો કર્યો હતો, અને તેમના બચાવેલા બધા જ પૈસા પુરા થઇ ગયા હતા. માં બાપ ના હોય તો જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે, આજે બધા જ ભાઈ બહેનોને જાતે મહેનત કરવી પડતી હોય છે.