આ બન્ને ભાઈઓ એક સમયે રોજના લાખો રૂપિયા કમાતા હતા પણ સમય બદલાઈ જતા આજે રસ્તાઓ પર રહીને જે મળે તે ખાવા મજબુર બન્યા છે…. – GujjuKhabri

આ બન્ને ભાઈઓ એક સમયે રોજના લાખો રૂપિયા કમાતા હતા પણ સમય બદલાઈ જતા આજે રસ્તાઓ પર રહીને જે મળે તે ખાવા મજબુર બન્યા છે….

આજના સમયમાં બધા જ લોકોને જીવનમાં ઘણી એવી જરૂરિયાતો અને સપનાઓ હોય જ છે, આ સપનાઓ પુરા કરવા માટે બધા જ લોકો મહેનત તો કરતા જ હોય છે. પણ ઘણી વખતે આખા દિવસની મહેનત પછી પણ ભૂખ્યા રહીને લોકોને તેમના દિવસો પસાર કરવા પડતા હોય છે.

આજે બે એવા જ ભાઈઓ વિષે જાણીએ જેઓ રસ્તાઓ પર રહીને તેમના દિવસો પસાર કરી રહ્યા છે.આ વ્યક્તિનું નામ અમિતભાઇ છે અને તેઓ રસ્તાઓ પર રહીને તેમના દિવસ પસાર કરી રહ્યા છે, અમિતભાઇ તેમના ભાઈ સાથે મહુવામાં રસ્તાઓ પર રહે છે.

તેઓ છેલ્લા ઘણા સમયથી નાહ્યાં પણ નથી, અહીંયા રસ્તા પર તેમને જે ખાવાનું મળે તે ખાઈને તેમના દિવસો પસાર કરે છે. તેમના પરિવારમાં માતા-પિતા હતા પણ તેમનું મૃત્યુ થઇ ગયા પછી બંને ભાઈ આવી જ રીતે રહે છે.

તેમના ભાઈનું નામ જીજ્ઞેષભાઈ છે અને તેઓ પણ ઘણી મોટી મુશ્કેલીઓમાં તેમના દિવસો પસાર કરે છે કેમ કે અમિતભાઇને માનસિક થોડી બીમારી છે અને તેથી જ આવી રીતે તેમના દિવસો પસાર કરી રહ્યા છે. એક સમય એવો હતો કે આ ભાઈઓના પિતા નારિયેળનું કામ કરતા અને રોજના ચાર પાંચ લાખ રૂપિયાનો માલ મોકલતા હતા.

પણ તેમનો સમય બદલાઈ ગયો અને માતા-પિતાનું મૃત્યુ થઇ ગયું તથા કોઈ તકલીફ પડી તેથી રસ્તાઓ પર રહીને જે મળે તે ખાઈને તેમના દિવસો પસાર કરવા મજબુર બન્યા છે. આજે જીગ્નેશભાઈ નારિયેળ લોકોના ઘરે ઘરે વેચે છે અને તેમાંથી જે મળે તેનાથી તેમના બીમારભાઈનું પેટ ભરવા મજબુર બન્યા છે.

આવા ગરીબ અને જરૂરિયાત મંદ લોકોની મદદ કરવા માટે આ નંબર પર કોલ કરો – ૭૬૦૦ ૯૦૦ ૩૦૦.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.