|

આ પરિવાર લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત આવી રહ્યો હતો અને અચાનક જ અકસ્માતમાં પિતા-પુત્રનું મૃત્યુ થઇ જતા માતા અને દીકરી આજે નોધારા બની ગયા.

આપણે ઘણા માર્ગ અકસ્માતના બનાવો બનતા જોતા હોઈએ છીએ, ઘણા માર્ગ અકસ્માતમાં તો આખા પરિવારના માળા પણ વિખેરાઈ જતા હોય છે, હાલમાં એક તેવો જ માર્ગ અકસ્માતનો બનાવ ઉત્તર પ્રદેશના હરદોઈમાંથી સામે આવ્યો હતો, આ અકસ્માતની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે પરિવારના લોકો લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત આવી રહ્યા હતા.

તે સમયે અચાનક જ કાર ઝાડ સાથે અથડાઈ ગઈ એટલે ગંભીર અકસ્માત સર્જાઈ ગયો હતો, આ અકસ્માતમાં કારમાં બેઠેલા પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું અને માતા અને દીકરીને ગંભીર ઈજાઓ થઈ હતી. આ અકસ્માત વિષે વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે હરદોઈનો એક પરિવાર લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત આવી રહ્યો હતો.

તે સમયે કાર અચાનક જ બેકાબૂ થઈ ગઈ તો કારની ટક્કર ઝાડ સાથે થઇ ગઈ તો અકસ્માત સર્જાઈ ગયું હતું, આ અકસ્માતમાં કારમાં સવાર પિતા અને દીકરાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું અને તેમની સાથે કારમાં સવાર માતા

અને દીકરીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, આ અકસ્માતની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે તરત જ જિલ્લા હોસ્પિટલમાં લઇ ગઈ હતી.

આ અકસ્માત હરદોઈના તાડિયાવાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સીતાપુર રોડ પર સર્જાયો હતો, આ પરિવાર વિષે જાણવા મળતા આ પરિવાર કોતવાલી વિસ્તારના મોહલ્લા આઝાદ નગરમાં રહેતો હતો,

જગેશ્વર પ્રસાદ તેમની પત્ની સરિતા અને દીકરા દીકરી સાથે ભત્રીજી મનીષાની ચોથીને વિદાય આપીને કારમાં પરત આવી રહ્યા હતા અચાનક જ ચોથની ખુશી માતમમાં છવાઈ ગઈ તો આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

Similar Posts