આ પરિવાર બપોરના સમયે સુઈ રહ્યો હતો અને એ સમયે બની એવી ઘટના કે એક સાથે પરિવારના ૮ લોકોના મૃત્યુ થઇ જતા આખું ગામ હીબકે ચડ્યું.. – GujjuKhabri

આ પરિવાર બપોરના સમયે સુઈ રહ્યો હતો અને એ સમયે બની એવી ઘટના કે એક સાથે પરિવારના ૮ લોકોના મૃત્યુ થઇ જતા આખું ગામ હીબકે ચડ્યું..

હાલમાં દેશના બધા જ રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદની સીઝનમાં પાણીમાં ડૂબી જવાના અને મકાન ધરાશાયી થવાની વધારે ઘટનાઓ બનતી જ રહેતી હોય છે. હાલમાં એક એવી જ દુઃખદ ઘટના બની છે.

જેમાં એક જ પરિવારના ૮ સભ્યોના એક સાથે મૃત્યુ થઇ જવાથી આખા ગામમાં અરેરાટીનો માહોલ બની ગયો છે.આ કિસ્સો હિમાચલના મંડી જિલ્લાના ઝડોન ગામમાં બન્યો છે અહીંયા શુક્રવારે ગામમાં રહેતા ખેમ સિંહનો પરિવાર તેમના બે માળના મકાનમાં સુઈ રહ્યા હતા.

એ સમયે ઘરમાં ખેમ સિંહ તેમના પત્ની, બાળકો, ભાભી, ભાઈ અને બે બાળકો સાથે સસરા પણ હતા. એવામાં અચાનક તેમનું ઘર ધરાશાયી થઇ જતા પરિવારના ૮ સભ્યો કાટમાળમાં દટાયા હતા.

આ ઘટના વિષે જેવી લોકોને જાણ થઇ કે બધા જ લોકો અહીંયા આવી ગયા હતા અને પરિવારને બહાર કાઢવા માટે આવી ગયા હતા. પણ થયું એવું કે પરિવારના આઠ સભ્યો પથારીમાં જ દુનિયાને અલવિદા કહી ગયા હતા.

બધા જ લોકો તેમના બહાર આવવાની રાહ જોઈ રહ્યા હતા પણ ભગવાનને કંઈક બીજું જ મંજુર હતું અને તેથી બધા જ લોકોના મૃત્યુ થઇ ગયા હતા.આ ઘટના પછી આખા ગામના લોકોની આંખોમાંથી આંસુ આવી ગયા હતા,

પરિવારના આઠ લોકોના મૃત્યુ થઇ જતા બધા જ લોકો દુઃખી થઇ ગયા હતા. આમ માતાના મૃતદેહને જોઈને બાળકો પણ રડી રહ્યા હતા અને આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર બધા જ લોકો પણ રડી પડ્યા હતા. આવી ઘટનાઓમાં પણ કેટલાય પરિવારો ઉજડી જતા હોય છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.