આ પરિવાર તેમના કૂતરાને દિકરાની જેમ જ રાખતા હતા અને હાલમાં તેનું મૃત્યુ થઇ જતા પરિવારે કૂતરાની અંતિમ યાત્રા કાઢીને બેસણું પણ રાખ્યું અને તેની તેરમીના દિવસે ૧૫૦૦ લોકોને જમાડ્યા…. – GujjuKhabri

આ પરિવાર તેમના કૂતરાને દિકરાની જેમ જ રાખતા હતા અને હાલમાં તેનું મૃત્યુ થઇ જતા પરિવારે કૂતરાની અંતિમ યાત્રા કાઢીને બેસણું પણ રાખ્યું અને તેની તેરમીના દિવસે ૧૫૦૦ લોકોને જમાડ્યા….

આપણે બધા જ લોકો જાણીએ છીએ કે બધા જ પ્રાણીઓમાં વફાદાર કૂતરો છે અને તેથી જ લોકો કૂતરાને તેમના ઘરે પાળતા હોય છે. સાથે સાથે બધા જ લોકો તેમના કૂતરાને પાળતા હોય છે અને તેને પ્રેમ પણ કરતા હોય છે. આ કુતરાઓ તેમના ઘરે રહીને મોટી વફાદારી પણ બતાવતા હોય છે.

આજે આપણે એક એવા જ માલિક અને કુતરા વચ્ચેના પ્રેમ વિષે જાણીએ.જેમાં કુતરાના મૃત્યુ પછી તેના માલિકે કુતરાની આપણી જેમ જ અંતિમ વિદાય કાઢવામાં આવી હતી અને પછી તેની તરેમી પણ રાખવામાં આવી હતી.

આ કિસ્સો ઉત્તર પ્રદેશના ઝાંસીમાં બન્યો છે અહીંયા રહેતા લખન સિંહ યાદવ જેઓ મૂળ માસ તહસીલના પૂચ ગામમાં રહે છે. તેમને તેમનો પાળેલો કૂતરો કાલુ તેમને ઘણો પસંદ હતો.

કાલુ છેલ્લા થોડા દિવસોથી બીમાર હતો અને તેથી જ તેનું ૯ મેં ના રોજ મૃત્યુ થઇ ગયું હતું. તો લખન સિંહે કાલુની અંતિમ વિધિ પણ કરી હતી અને તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યારપછી તેની યાદમાં શોક સભાનું આયોજન પણ કર્યું હતું અને તેની તેરમીના દિવસે બધી જ વિધિઓ કરીને તેની તેરમીનો જમણવાર પણ કર્યો હતો.

કૂતરાના મૃત્યુ પછી તેરમી પર્વનું આયોજન કરીને ૧૫૦૦ લોકોને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. ત્યારપછી પરિવારના સભ્યોએ તેના બેતવા નદીમા અંતિમ સંસ્કાર કર્યા હતા અને પરિવારના લોકોએ ટાલ પણ કરી હતી.

જેમાં કૂતરાની શાંતિ માટે સવારે હવન પૂજા કરી અને સાંજે ભોજન સમારંભ પણ રાખ્યો હતો. કાલુ ૨૧ વર્ષનો હતો અને તે જયારે ૪ મહિનાનો હતો ત્યારથી આ પરિવાર સાથે રહે છે.

પરિવારે કાલુને ખુબ જ પ્રેમ આપીને ઉછેર્યો છે અને સાથે ૨૪ કલાક તેમની સાથે જ રાખ્યો હતો. એવમા હાલ બીમાર પડી જતા આખા પરિવારના લોકો ખુબ જ દુઃખી થયા હતા. પણ હાલમાં તેનું મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

4 thoughts on “આ પરિવાર તેમના કૂતરાને દિકરાની જેમ જ રાખતા હતા અને હાલમાં તેનું મૃત્યુ થઇ જતા પરિવારે કૂતરાની અંતિમ યાત્રા કાઢીને બેસણું પણ રાખ્યું અને તેની તેરમીના દિવસે ૧૫૦૦ લોકોને જમાડ્યા….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *