આ પરિવાર ગંગા સ્નાન કરીને પાછો તેમના ઘરે આવતો હતો પણ રસ્તામાં તેમની સાથે જે થયું તે રુંવાટા ઉભા કરી દે એવું હતું… – GujjuKhabri

આ પરિવાર ગંગા સ્નાન કરીને પાછો તેમના ઘરે આવતો હતો પણ રસ્તામાં તેમની સાથે જે થયું તે રુંવાટા ઉભા કરી દે એવું હતું…

આજે માર્ગ અકસ્માતના બનાવો રોજે રોજ બનતા જ રહે છે અને તેમાં પણ કેટલાય લોકોના મૃત્યુ થઇ જતા હોય છે, અમુક વખતે પુરે પુરા પરિવારો પણ ઉજડી જતા હોય છે. હાલમાં એક એવો જ દુઃખદ બનાવ બન્યો છે જેમાં એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુ થઇ ગયા છે.આ કિસ્સો ઉત્તરપ્રદેશના ઔરૈયાના બેલા વિસ્તારના જનકલ્યાણી હોસ્પિટલની સામે ગંભીર અકસ્માત થયો હતો.અહીયા એક પરિવાર ઇકો કારમાં ગંગા દશેરા નિમિત્તે ગંગા સ્નાન કરીને પરત આવી રહ્યા હતા એ સમયે આ કારને રસ્તામાં એક બસ સાથે જોરદાર ટક્કર થઇ ગઈ હતી.

આ ટક્કર એટલી ગંભીર હતી કે કારનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું. આ ઘટનામાં બે મહિલાઓ અને બે વ્યક્તિના મૃત્યુ થઇ ગયા હતા. સાથે જ બીજા લોકોને ઈજાઓ પહોંચી હતી.

તો તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, આ બસ કાનપુર જતી હતી અને એ સમયે કારને ટક્કર થઇ ગઈ હતી. આ પરિવાર ગંગા સ્નાન કરીને તેમના ઘરે પાછો ફરી રહ્યો હતો અને તે સમયે આ કારને ટક્કર થઇ ગઈ હતી.

આમ પરિવારના ૪ લોકોના એક સાથે મૃત્યુ થઇ જવાથી આખા પરિવારમાં ચકચાર મચી ગયો હતો.આ ઘટના બનવાથી આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને આ જગ્યા પર લોકોના ટોળા વળી ગયા હતા.

આ જગ્યાએ પોલીસ પણ આવી ગઈ હતી અને પોલીસે આવીને આગળની તપાસ પણ ચાલુ કરી દીધી હતી. આ પરિવાર ત્યાંથી નીકળ્યો એટલે ખુશ હતો પણ આ જગ્યા પર પહોંચતા જ આ ઘટના બનવાથી પરિવારની બધી જ ખુશી શોકમાં ફેરવાઈ ગઈ.