આ પરિવારમાં ૬૮ વર્ષ પછી દીકરીનો જન્મ થતા પરિવારે આખા ઘરને કન્યાની જેમ જ શણગારી દીધું અને દીકરીને એવો આવકારો આપ્યો કે લોકો જોતા જ રહી ગયા..
આજે ઘણા એવા કિસ્સાઓ બનતા જ રહે છે જ્યાં પોતે માતા-પિતા જ તેમના બાળકોને અને તેમાં પણ દીકરીનો જન્મ થતા દીકરીને તરત જ છોડી દેતા હોય છે અને આવી જ રીતે ઘણા બાળકોને તેમનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે.
પણ ઘણા એવા પરિવારો છે જ્યાં દીકરીઓનો જન્મ પછી જયારે દીકરી ઘરે આવે ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવતું હોય છે.એવી જ રીતે એક એવા પરિવારમાં ૬૮ વર્ષ પછી દીકરીનો જન્મ થતા આખા પરિવારને મહેલની જેમ જ શણગારીને દીકરીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ કિસ્સો મથુરાના વૃંદાવનનો છે, અહીંયા પરિવારમાં ૬૮ વર્ષ પછી દીકરીનો જન્મ થતા પરિવારે આખા ઘરમાં જાણે લગ્ન હોય એવી રીતે શણગાર્યું હતું. સાથે સાથે આ પરિવારે દિકરીંને હોસ્પિટલથી જે ગાડીમાં ઘરે લાવ્યા તેને પણ શણગારી દીધી હતી.
દીકરી જેવી ઘરે આવીને કારમાંથી નીકળી કે ફટાકડા અને આતશબાજી કરી હતી સાથે ઢોલ વગાડીને પરિવારે મોટી ખુશીઓ માનવી હતી. આમ ઘરે જાણે કોઈના લગ્ન હોય એવી રીતે ઘરને પણ દુલહનની જેમ જ શણગારી દીધું હતું. પરિવારના લોકો દીકરીને લક્ષ્મીનું સ્વરૂપ માને છે અને તેથી જ આ પરિવારે દીકરીનું આવું ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું.
દિરકીના પાવન પગલાં પણ પડાવ્યા હતા, આમ દીકરીના જન્મ પછી આખા પરિવારમાં એટલી ખુશીઓ આવી ગઈ હતી કે બધા જ લોકોએ આ ખુશીઓ માનવી હતી. આમ આ પરિવારે બીજા લોકોમાં પણ દીકરો દીકરી એક સમાન એવું ઉદાહરણ બેસાડ્યું હતું.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.