આ પરિવારમાં ભાઈઓ વચ્ચે એટલો પ્રેમ છે કે તેમને કયારેય જુદારૂ નથી લીધું, આજે આ પરિવારમાં ૧૦૦ સભ્યો છે પણ કોઈ દિવસ ઝગડો નથી થયો અને વર્ષોથી સુખેથી જીવન જીવે છે…
અત્યારના સમયમાં એક સંયુક્ત પરિવારની નિશાની એ છે જેમાં બધા જ પરિવાર એક બીજાની સાથે પ્રેમથી રહે પરંતુ આજના યુગમાં માણસ માણસથી દૂર થઈને યંત્ર અને ટેક્નોલોજીના આધીન થઈ ગયો છે,એક તરફ દોડધામ ભરી જિંદગીમાં કંઈક મેળવવા માટે સતત લાગેલી હરીફાઈમાં માણસે પોતાની જાત જ ગુમાવી દીધી છે.
આજે દરેક સબંધ લાગણીયોથી ખસીને ગૌતીક મૂલ્યોમાં આંકવામાં આવે છે.તેનો પડગો આજના પરિવારમાં એકતા અને આત્મીયતા પર પડવા લાગ્યો છે કારણ કે આજની બદલાતી વિચાર સહેલીના કારણે કપલ લગ્ન બાદ તેમના માતા પિતાથી અલગ થઈ જવાનું પસંદ કરે છે.
આવી ઘટના દરેક સમાજમાં જોવા મળે છે પરંતુ આજના યુગમાં પણ એક એવું સંયુક્ત પરિવાર છે જેમાં એક ઘરમાં ૧૦૦ સભ્યો એક સાથે રહે છે.તે દરેક સભ્યો એક સાથે ભોજન પણ કરે છે પરંતુ ખાસ વાત એ છે કે આટલો મોટો પરિવાર જોડે રહે છે.
છતાં પણ તે પરિવારમાં ક્યારેય ઝગડો થયો નથી.તે પરિવાર રાજસ્થાનના હનુમાનગઢમાં રહે છે તે પરિવાર આજના દિવસોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે કારણ કે આ કુટુંબ તેના સંયુક્ત હોવાથી હાલ ખુબજ ચર્ચામાં છે.
દરેક સભ્યો એક જ છતની નીચે રહે છે આ પરિવારમાં ઝગડો ન થાય તે માટે કામનું વિભાજન પણ કરવામાં આવ્યું છે.આ સાથે પરિવારના વડા મહેન્દ્ર ભાઈ અને તેમના પાંચ ભાઈઓ પણ સાથે જ રહે છે તે છ ભાઈઓની ૨૦ પુત્રી અને પુત્ર છે તે બધા ભાઈઓની પત્નીઓ અને પુત્રો અને પુત્રવધુઓ અને પૌત્ર અને પૌત્રીઓ છે.જે એક સાથે રહે છે જેથી તે પરિવારની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે.
નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે.અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી.પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.