આ નવું કામ કરીને ભજન ગાવાનું બંધ કરનારાઓને ફરમાની નાઝે આપ્યો જોરદાર જવાબ… – GujjuKhabri

આ નવું કામ કરીને ભજન ગાવાનું બંધ કરનારાઓને ફરમાની નાઝે આપ્યો જોરદાર જવાબ…

હાલમાં થોડા દિવસો પહેલા જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલું ગીત હર હર શંભુ શિવ મહાદેવ તો તમે સાંભળ્યું જ હશે હાલમાં આ ગીત નાના મોટા દરેકના મોઢે ચડી ગયું છે.આ ગીત પર અનેક વીડિયો અને રીલ્સ બનાવવામાં આવી રહ્યા છે.

જો કે એક તરફ મુસ્લિમ મહિલા ફરમાંની નાઝ પર ધાર્મિક સંગઠનો દ્વારા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે તો બીજી તરફ એક કલાકાર તરીકે ફરમાંની નાઝે પણ હિંમત હાર્યા વિના પોતાની કલાને આગળ વધારવાનો નિર્ણય લીધો છે.ફરમાંની એ હાલમાં જન્માષ્ટમી નિમિતે એક ભજન ગાયું છે.

જો કે તેને ન માત્ર ભજન ગાયું પરંતુ તેને માથે ચૂંદડી પણ ઓઢી છે.હાલમાં લોકો ફરમાંની નાઝની ભક્તિ અને તેની હિંમતના વખાણ કરી રહ્યા છે હાલમાં તેના કૃષ્ણ ભજનને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.જણાવી દઇએ કે હર હર શંભુ ભજન ફરમાંની એ નહિ પરંતુ અભીલિપ્સા એ અસલમાં ગાયું હતું.