આ દીકરો તેના જન્મના બીજા જ દિવસે દુનિયા છોડીને ચાલી ગયો તો માતાપિતાએ દીકરાનું દેહદાન કરીને સમાજમાં નવી રાહ ચીંધી….
ઘણી અવનવી ઘટનાઓ હાલમાં સાંભળવા મળતી હોય છે, હાલમાં એક તેવી જ ઘટના દાહોદની ઝાયડસ હોસ્પિટલમાંથી સામે આવી હતી, આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે એક દંપતીએ એક દીકરાને જન્મ આપ્યો હતો પણ બે દિવસમાં એટલે કે રવિવારના રોજ દીકરાનું મૃત્યુ થઇ ગયું હતું, તેથી આ દંપતી ખુબ જ દુઃખી થઇ ગયું.
ત્યારબાદ આ દંપતીએ નક્કી કર્યું કે આપણા દીકરાને શું તકલીફ હતી તેના કારણે દીકરાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો, તે પછી આ દંપતીએ તેમના બે દિવસના દીકરાનું દેહદાન કર્યું હતું, આ દંપતીએ પોતાના બાળકનું દેહદાન ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલને કરીને આખા સમાજનું ગૌરવ વધાર્યું હતું.
હાલના ચાલી રહેલા સમયમાં ઘણા લોકો તેમના અંગોનું દાન કરીને બીજા લોકોને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવતા હોય છે, આવા કિસ્સાઓ હાલમાં ઘણા બધા જોવા મળતા હોય છે, બીજી બાજુ માનવ શરીરમાં પણ ઘણી અવનવી બીમારીઓ થતી હોય છે, તેથી દવાઓના સંશોધનો માટે પણ વૈજ્ઞાનિકો ઘણા પ્રયાસો કરતા હોય છે.
તેથી મેડીકલ કોલેજોમાં શિક્ષણ મેળવતાં વિદ્યાર્થીઓને મહાશાળામાં માનવ દેહની જરૂરિયાત હોય છે, તેથી દાહોદ જિલ્લાના સોનલબેન ડામોરને પ્રસુતિ માટે દાખલ કરવામાં આવ્યાં તો તેમને ૨૭ મેના રોજ એક દીકરાને જન્મ આપ્યો હતો. આ બાળકને જન્મથી જ શારીરિક તકલીફો હતી તો આ બાળકની સારવાર શરૂ કરવામાં આવી પણ સારવાર દરમિયાન જ આ બાળકનું રવિવારના રોજ મૃત્યુ થઇ ગયું હતું.
તેથી આ દંપતીએ મૃત્યુ થયેલા બાળકના દેહનું દાન કરવાનું નક્કી કર્યું અને ઝાયડસ હોસ્પિટલમાં જણાવ્યું તો ઝાયડસ મેડીકલ કોલેજના ડીન ડો.સી.બી.ત્રિપાઠી સહિતના સ્ટાફે કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂ કરી અને બાળકનું દેહદાન કરીને આખા સમાજમાં માનવતા મહેકાવી.