આ દીકરી બિસ્કિટ લેવા માટે ઘરેથી દુકાને જતી હતી પણ દીકરી સાથે થયું એવું કે તે ઘરે પાછી ના આવી શકી તો આજે આખો પરિવાર દીકરીને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડે છે.
રાજ્યભરમાં દિવસે અને દિવસે માર્ગ અકસ્મતોની સંખ્યા વધતી જ રહે છે અને આ અકસ્માતોમાં અમુક વખતે પૂરેપુરા પરિવારો પણ ઉજડી જતા હોય છે. હાલમાં એક એવો જ દુઃખદ અકસ્માતનો બનાવ બન્યો છે જે વડોદરાના ડભોઇમાં બન્યો હતો અહીંયા એક ૭ વર્ષની દીકરીની માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઇ જવાથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વારા રસ્તા પર નાંદોદી ભાગોળ નજીકના વળાંક પાસે તિલકવાળા બાજુએથી આવતી સ્વીફ્ટ કારે નાંદોદીના શક્તિ નગરમાં રહેતી ૭ વર્ષની અક્ષિતા મહેન્દ્રભાઈ વસાવાને ટક્કર મારી હતી. અક્ષિતા રોડ ક્રોસ કરીને બિસ્કિટ લેવા માટે જતી હતી અને આ કારની ટક્કર તેને થઇ ગઈ હતી જેમાં દીકરીને વધારે ઈજાઓ પહોંચવાથી તેનું મૃત્યુ થઇ ગયું હતું.
આ ઘટના બન્યા પછી લોકો ખુબ જ ગુસ્સે થયા હતા અને કારને ઉભી રાખી હતી, આ ઘટના પછી દીકરીને હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવી હતી અને પછી આ બનાવ વિષે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આ ઘટના ઘટી ગયા પછી ગામમાં પણ માતમ છવાઈ ગયો હતો અને આ દીકરીના મૃતદેહને જોઈને પરિવારના લોકો પણ ખુબ જ રડી રહ્યા હતા.
આ ઘટના બન્યા પછી પોલીસે કાર ચાલકને પકડ્યો હતો અને આગળની તપાસ ચાલુ કરી હતી. આમ ઘટના બન્યા પછી આખા વિસ્તારમાં અરેરાટી સર્જાઈ ગઈ હતી અને આ રોડ પર અવારનવાર ઘણા નાના મોટા અકસ્માતો થયા જ કરતા હોય છે જેમાં કેટલાય લોકોના જીવ પણ જતા હોય છે. આ દીકરીને યાદ કરીને આજે પરિવારના લોકોની આંખોમાં આંસુ સુકાતા જ નથી.