આ દીકરી ઘરની બહાર રમતી હતી એવામાં એક અવાજ આવ્યો તો તે સાંભળીને પરિવારના લોકો દોડીને ઘરની બહાર આવ્યા અને જે જોયું તે જોતા જ આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.. – GujjuKhabri

આ દીકરી ઘરની બહાર રમતી હતી એવામાં એક અવાજ આવ્યો તો તે સાંભળીને પરિવારના લોકો દોડીને ઘરની બહાર આવ્યા અને જે જોયું તે જોતા જ આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો..

આજે નાની નાની ભૂલના લીધે કેટલાય લોકોને તેમનો જીવ ગુમાવવો પડતો હોય છે અને આવા કેટલાય કિસ્સાઓ પણ બનતા જ રહે છે. આ બનાવો બન્યા ઘણા પરિવારોમાં માતમ પણ છવાઈ જતો હોય છે. હાલમાં એક એવો જ દુઃખદ બનાવ બન્યો છે.

જેમાં એક નાની દીકરી ઘરની બહાર રમતી હતી અને તેને એક દૂધના વાહને ટક્કર મારતા તેનું મૃત્યુ થઇ ગયું છે.આ ઘટના રાધનપુરના નઝુપુરા ગામની છે, અહીંયા એક નાની દીકરી તેના ઘરની બહાર રમતી હતી.

 

અને રમતા રમતા એક દૂધની વાન આવી અને આ દીકરીને અડફેટમાં લીધી હતી અને આ અડફેટમાં આવતા દીકરીનું મૃત્યુ થઇ ગયું હતું. આ ઘટના ગુરુવારે સવારે બની હતી જેમાં દૂધ આપવા માટે આવી હતી એ સમયે પૂનમ નામની દીકરી તેના ઘરની બહાર રમતી હતી.

એ સમયે આ વાન ચાલકે પૂનમને અડફેટમાં લેતા તેને વધારે ઈજાઓ પહોંચી હતી, આ જોઈને તરત જ પરિવારના લોકો ભેગા થઇ ગયા હતા અને દીકરીને ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં પણ લઇ ગયા હતા અને ત્યાં તબીબોએ પૂનમને મૃત જાહેર કરી હતી.

આ ઘટના બન્યા પછી પરિવારમાં શોકના વાદળો છવાઈ ગયા હતા અને બધા જ લોકો રડી રહ્યા હતા.આ ઘટના બનવાથી આખા ગામમાં પણ અરેરાટી સર્જાઈ ગઈ હતી અને આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ દોડી આવી હતી અને વધારે તપાસ ચાલુ કરી હતી. આમ પરિવારના લોકોની આંખોમાંથી આસું હજુ પણ સુકાતા નથી. આજે આખો પરિવાર પણ દુઃખી છે અને પોલીસે આગળ તપાસ ચાલુ કરી હતી.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.