આ દીકરીએ હજારો ખેડૂતો માટે નોકરીમાંથી સમય કાઢીને જે કામ કર્યું તે જોઈને દરેક ખેડૂતો આજે દીકરીને સલામ કરે છે.
આપણે ઘણી દીકરીઓને જોતા હોઈએ છીએ જે સારા કામ કરીને ઘણા લોકોને મદદરૂપ થતી હોય છે, આજે આપણે એક તેવી જ ઘટના વિષે વાત કરીશું, આ ઘટના બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી હતી, આ દીકરીએ પાણીનાં પોકાર વચ્ચે ખેડૂતો માટે જળ સંચય અભિયાન શરૂ કર્યું હતું, ચોમાસામાં જે વરસાદ પડે તે બધું જ પાણી વહી જાય છે.
તે માટે પાણીને જમીનમાં ઉતારીને જમીનના તળ ઉંચા લાવવા માટે આ દીકરીએ જાત મહેનતથી પ્રયત્નો કરવાના શરૂ કર્યા હતા, આ દીકરી એક મહિલા તલાટી કર્મચારી હતા, આ તલાટી કર્મચારીએ જળ સંચય અભિયાનની શરૂઆત કરી હતી, આ મહિલા તલાટી કર્મચારીએ ચાલુ કરેલા જળ સંચય અભિયાનમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા.
આ દીકરી બનાસકાંઠાના સેમોદ્રા ગામમાં તલાટીની નોકરી કરતી હતી, આ દીકરી ખેડૂત પરિવારની દીકરી હતી, આ દીકરીનું નામ હિરલ ચૌધરી હતું, હિરલ ચૌધરીએ ખેડૂતોને જોઈને મનમાં જ નક્કી કરી લીધું હતું કે ગામડાઓના ખેડૂતો માટે સિંચાઇનાં પાણીની સમસ્યા દૂર કરવી જોઈએ. તે માટે હિરલ ચૌધરીએ આજથી ચાર વર્ષ પહેલાં નોકરીમાંથી સમય કાઢીને ગામડાઓ ખુંદવાનું કામ શરૂ કર્યું હતું.
હિરલ ચૌધરીએ અનેક તાલુકાના ગામડાઓમાં ફરી ફરીને જળ સંચય માટે ખેડૂતોને સમજાવ્યા હતા ત્યારબાદ હિરલ ચૌધરીને આ કામ કરવા માટે મોટી સફળતા મળી હતી, હિરલ ચૌધરીએ આ કામની શરૂઆત એક કે બે ખેડૂતથી કરી હતી
અને આજે આ કામમાં બે હજાર કરતા પણ વધારે ખેડૂતો જોડાયા હતા, હિરલબેન આખા જિલ્લામાં ફરી ફરીને જળ સંચય માટે ખેડૂતોને સમજાવીને તેમને ખુબ માર્ગદર્શન આપ્યું હતું. આથી હિરલબેનનું આ કામ જોઈને દરેક લોકો ખુબ જ ખુશ થઇ ગયા હતા.