આ દીકરીએ વગર લાઇટે રાત્રે મોબાઈલના અજવાળે તૈયારી કરીને ધોરણ ૧૨ આર્ટ્સમાં ૯૩ ટકા મેળવીને માતા-પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું… – GujjuKhabri

આ દીકરીએ વગર લાઇટે રાત્રે મોબાઈલના અજવાળે તૈયારી કરીને ધોરણ ૧૨ આર્ટ્સમાં ૯૩ ટકા મેળવીને માતા-પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું…

આજના સમયમાં બધા જ બાળકોના માતા-પિતાની એવી જ ઈચ્છા હોય છે કે તેમના બાળકો અભ્યાસ કરીને તેમનું નામ આખા દેશમાં રોશન કરે અને ઘણા બાળકો આવી રીતે અભ્યાસ કરીને તેમના માતા-પિતાનું નામ રોશન કરતા જ હોય છે.

આજે આપણા દેશની દીકરીઓ પણ બધા જ ક્ષેત્રે મોખરે છે અને એવી જ એક દીકરી વિષે આજે આપણે જાણીએ.હાલમાં ધોરણ ૧૨ ની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે તેમાં રાજસ્થાનના અલવર પાસે આવેલા નારાયણપુર નગરના ગઢી મામોદ નામના નાનકડા ગામમાં બકરીઓનો ઉછેળ કરતી.

એક દીકરીએ તેનો શરૂઆતનો અભ્યાસ ગામની જ શાળામાંથી કરેલો છે અને માધ્યમિક શિક્ષણ બોર્ડ ૧૨ આર્ટ્સમાં દીકરીએ ૯૩ ટકા મેળવીને માતા-પિતાનું નામ રોશન કર્યું છે.આ દીકરીનું નામ રવીના ગુર્જર છે અને તે માટીના ઘરમાં રહે છે.

આ દીકરીના પિતાજી રમેશભાઈનું મૃત્યુ ૧૨ વર્ષ પહેલા જ થઇ ગયું હતું અને તેની માતા વિદ્યા દેવી છેલ્લા ઘણા સમયથી બીમાર રહે છે અને તેમના ઘરમાં વીજળીની ઘણી સમસ્યા હતી તો પણ આ દીકરી દિવસે આખા ઘરનું કે કરીને શાળામાં જતી હતી અને રાત્રે મોબાઈલની લાઇટથી કલાકો સુધી વાંચતી હતી.

આ પરિવાર ૪ ભાઈ-બહેન છે અને તેમાં રવીનાની મોટી બહેન પરણિત છે, જેમાં હાલમાં રવીના ગુર્જરે ધોરણ ૧૨ આર્ટ્સમાં નારાયણપુર અને થાનાગાજી બ્લોકમાં ટોપ કર્યું હતું. હવે આ દીકરી બીજા બધા જ વિદ્યાર્થીઓ માટે એક ઉદાહરણ બની ગઈ છે, જેમાં દીકરીએ તેના અભ્યાસમાં પણ એટલું જ ધ્યાન આપ્યું અને સાથે પરિવારને ચલાવવામાં પણ એટલું જ ધ્યાન આપ્યું હતું.