આ દીકરીએ આ એક કારણથી પોતાની ડેન્ટલની નોકરી છોડીને પાણીપુરી વેચવાનું ચાલુ કર્યું અને બીજા યુવાનો માટે પ્રેરણારૂપ બની.
ઘણી દીકરીઓને આપણે જોતા હોઈએ છીએ કે પોતાના જીવનમાં આગળ વધવા માટે ઘણી મહેનત કરતી હોય છે અને સફળતા મેળવતી હોય છે, આજે આપણે એક તેવી જ દીકરી વિષે વાત કરીશું, આ દીકરી પંજાબના મોહાલીમાં રહેતી હતી, આ દીકરીનું નામ પૂનમ હતું, પૂનમ આજે સારા પગારવાળી નોકરી છોડીને ગોલગપ્પા વેચીને તેમાંથી ઘણી સારી કમાણી કરતી હતી.
તેથી પંજાબના દરેક લોકો પૂનમને આજે ગોલગપ્પે વાલી દીદી તરીકે ઓળખે છે, પૂનમ ચંદીગઢમાં ગોલગપ્પાની નાની દુકાન ચલાવી રહી હતી, પૂનમ પહેલા ડેન્ટલમાં નોકરી કરતી હતી અને આગળનો અભ્યાસ બાકી હતો
એટલે તે નોકરી સાથે પોતાનો અભ્યાસ કરી શકતી ન હતી, તેથી પૂનમએ રસ્તા પર ગોલગપ્પાની દુકાન કરી હતી, પૂનમ આખો દિવસ અભ્યાસ કરતી અને સાંજે ગોલગપ્પા વેચવાનું કામ કરતી હતી.
ગોલગપ્પા વેચીને પૂનમને તેમાંથી જે કમાણી થાય તે પૈસા તેના શિક્ષણ અને અંગત ખર્ચ માટે ઉપયોગ કરતી હતી, પૂનમએ જણાવતા કહ્યું હતું કે શરૂઆતમાં આ કામ કરવું ખુબ જ મુશ્કેલ હતું તો પણ હિંમત હાર્યા વગર પૂનમએ ગોલગપ્પા વેચવાનું કામ શરૂ કર્યું હતું, પૂનમએ કહ્યું હતું કે કોઈ પણ કામ નાનું કે મોટું હોતું નથી, પૂનમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ગોલગપ્પા બનાવીને વેચતી હતી.
ત્યારબાદ પૂનમ ગોલગપ્પાની સાથે સાથે આલૂ ટિક્કી અને પાપડી ચાટ પણ બનાવીને વેચવા લાગી હતી, આથી દરેક લોકો પૂનમને ગોલગપ્પે વાળી દીદી તરીકે ઓળખતા હતા, પૂનમની આ મહેનત અને સમર્પણ જોઈને દરેક લોકો આશ્ચર્ય થઇ ગયા હતા, આથી ઘણી દીકરીઓ તેમના જીવનમાં આગળ વધવા માટે તેમની પાસેથી પ્રેરણા લઈ રહી હતી.